Boxing Day Test: ઓસ્ટ્રેલિયાએ મેલબૉર્નમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ જીતી લીધી છે. બૉક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test) માં કાંગારુઓએ 184 રનથી જીત મેળવી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયા (Australia) એ પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાં 2-1ની આગળ થઈ ગઈ છે. હવે ભારત માટે WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે. આ ટેસ્ટના પાંચમા દિવસે ભારતને 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 155 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બીજા દાવમાં યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અને સ્કોટ બૉલેન્ડે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. નાથન લિયોનને પણ બે વિકેટ લીધી હતી.
યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 84 રન બનાવ્યા
મેલબૉર્નમાં બૉક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test) માં ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રનથી હરાવ્યું છે. જીતવા માટેના 340 રનની જરૂર હતી.પંરતુ ભારત માત્ર બીજા દાવમાં 155 રનમાં ઓલઆઈટ થઈ ગઈ હતી. મહત્વની વાત એ હતી કે ટીમ ઈન્ડિયા ત્રણ સેશન પણ રમી શકી નહીં. ટીમ ઈન્ડિયા 13 વર્ષ બાદ મેલબૉર્નમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા (Australia) એ ચાર ટેસ્ટ બાદ પાંચ મેચની સીરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. હવે પાંચમી અને છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.
છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે
ઓસ્ટ્રેલિયા (Australia) એ આ મેચમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારતે છેલ્લા સત્રની શરૂઆત 112 -3થી કરી હતી. પરંતુ અગ્રસર રમવાનો પ્રયાસ કરતી વખતે ઋષભ પંત આઉટ થઈ ગયો હતો. આ પછી ભારતીય બેટ્સમેનો એક પછી એક આઉટ થતા ગયા અને આખી ટીમે તેની છેલ્લી સાત વિકેટ માત્ર 34 રનમાં ગુમાવી દીધી હતી. આ હાર સાથે ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહોંચવાની આશાને પણ આંચકો લાગ્યો છે. હવે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. ઉપરાંત સિડનીમાં આગામી ટેસ્ટ જીતવી જ પડશે. ડ્રૉ કે હાર ટીમ ઈન્ડિયા રેસમાંથી બહાર થઈ જશે.