ઓસ્ટ્રેલિયાએ પીંક બોલ ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. કેપ્ટન પેટ કમિન્સે મેચના 24 કલાક પહેલા ટીમના 11 ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે બીજી મેચ એડિલેડમાં પિંક બોલ ટેસ્ટ રમશે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં એક બદલાવ જોવા મળ્યો હતો. ઈજાગ્રસ્ત ખેલાડી જોશ હેઝલવુડના સ્થાને સ્કોટ બોલેન્ડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે માર્શ પીંક બોલ ટેસ્ટમાં બેટિંગ અને બોલિંગ કરવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે. હેઝલવુડ અનફિટ હોવાથી સ્કોટ બોલેન્ડ 18 મહિના બાદ ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ રમતા જોવા મળશે. બોલેન્ડે તેની છેલ્લી ટેસ્ટ જુલાઈ 2023માં ઈંગ્લેન્ડ સામે રમી હતી.
હેઝલવુડ અનફિટ
ભારત સામે પીંક બોલની પ્રેક્ટિસ મેચમાં સ્કોટ બોલેન્ડે પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન ટીમની કેપ્ટનશીપ કરી હતી. તે મેચમાં તેને એક પણ વિકેટ મળી ન હતી. પ્રથમ વખત ભારત સામે પિંક બોલ ટેસ્ટ રમશે. આ પહેલા તે ભારત સામે બે ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 5 વિકેટ ઝડપી છે. સ્કોટ બોલેન્ડના એકંદર પ્રદર્શનની વાત કરીએ તો તેણે ઓસ્ટ્રેલિયા માટે 10 ટેસ્ટમાં 35 વિકેટ લીધી છે.
ઓવલમાં કોહલીનો શાનદાર રેકોર્ડ
વિરાટ કોહલીએ આ મેદાન પર ત્રણેય ફોર્મેટમાં કુલ 11 મેચ (4 ટેસ્ટ, 4 ODI અને 3 T20) રમી છે. આ 11 મેચમાં 73.61ની સરેરાશથી 957 રન બનાવ્યા છે. કોહલીએ એડિલેડ ઓવલમાં પાંચ સદી ફટકારી છે. તેમાંથી તેણે ટેસ્ટમાં ત્રણ સદી અને વનડેમાં બે સદી ફટકારી હતી. ડિસેમ્બર 2014માં કોહલીએ એક જ મેદાન પર બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાના લગભગ દરેક મેદાન પર વિરાટ કોહલીનું જોરદાર પ્રદર્શન કરેલું છે. કોહલીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર અત્યાર સુધી કુલ 14 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેમણે 56.03ની એવરેજથી 1457 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 7 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયામાં કોહલીનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર 169 રન છે, જે તેણે ડિસેમ્બર 2014માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે બનાવ્યો હતો.
પિંક બોલ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વિની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, મિચેલ માર્શ, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.