IND vs AUS: ત્રીજી ટેસ્ટ ડ્રો થતા ઓસ્ટ્રેલિયાએ રણનિતી બદલાવી, આ બે ખેલાડીની એન્ટ્રી

IND vs AUS: ભારત સામેની બાકીની બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાએ ટીમમાં ફેરફાર કર્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે આગામી બે ટેસ્ટ મેલબોર્ન અને સિડનીમાં રમાવાની છે. બોક્સિંગ ડે ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં યોજાશે. જ્યારે નવા વર્ષની ટેસ્ટ મેચ સિડનીમાં રમાશે. બંને દેશો વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ભારતે જીતી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા (Australia)  એ એડિલેડમાં ડે-નાઈટ રમાયેલી બીજી ટેસ્ટ જીતી હતી. બંને ટીમો વચ્ચે બ્રિસ્બેનમાં ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી.

 

જે રિચર્ડસનને ટીમમાં સ્થાન મળ્યું

ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેડલવુડ ટેસ્ટ શ્રેણીની છેલ્લી બે મેચમાંથી બહાર થઈ ગયો છે. હેઝલવુડને બ્રિસબેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન ઈજા થઈ હતી. ઓસ્ટ્રેલિયન (Australia) ટીમમાં હેઝલવુડની જગ્યાએ ઝાય રિચર્ડસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જમણા હાથના ફાસ્ટ બોલર જે રિચર્ડસનને અત્યાર સુધી માત્ર 3 ટેસ્ટ રમવાનો અનુભવ છે. શ્રીલંકા અને ઈંગ્લેન્ડ જેવી ટીમો સામે રમાયેલી 3 ટેસ્ટમાં રિચર્ડસને કુલ 11 વિકેટ ઝડપી છે.

મેકસ્વીનીના સ્થાને સેમ કોન્સ્ટાસને ટીમમાં સ્થાન મળ્યું

ફાસ્ટ બોલિંગની સાથે અન્ય ફેરફારો પણ જોવા મળ્યા છે.મેલબોર્નમાં યોજાનારી બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા (Australia)  ની ઓપનિંગ જોડી બદલાયેલી દેખાઈ શકે છે. ઓસ્ટ્રેલિયન (Australia) ટીમના પસંદગીકારોએ છેલ્લી બે ટેસ્ટ માટે મેકસ્વીનીના સ્થાને સેમ કોન્સ્ટાસને ટીમમાં સ્થાન મળ્યું છે.સેમ કોન્સ્ટાસને આ તક ભારત સામેની પ્રેક્ટિસ મેચમાં તેના સારા પ્રદર્શનના કારણે મળી હતી.

 

 

Scroll to Top