એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટના પ્રથમ દાવમાં ભારતીય ટીમ 180 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.ભારતીય ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. પરંતુ નીતિશ રેડ્ડીએ છેલ્લે બોલરો સાથે મળી મહત્વની ભાગીદારી કરી હતી. રેડ્ડીએ 42 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં તેમણે 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
રોહિત શર્મા માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો
ઓપનર યશસ્વી પ્રથમ બોલ પર ઝીરો રન બનાવી આઉટ થઈ ગયો હતો. ભારતની બીજી વિકેટ કેએલ રાહુલના રૂપમાં પડી હતી.તે 64 બોલનો સામનો કરીને તે 37 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ અને રાહુલ વચ્ચે અડધી 50 રનની ભાગીદારી થઈ હતી. શુભમન ગીલ 51 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. રિષભ પંતે 35 બોલનો સામનો કરીને 21 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. અશ્વિને 22 રનની મહત્વ પૂર્ણ પારી રમી હતી. હર્ષિત રાણા અને બુમરાહ પણ શુન્ય રન બનાવી આઉટ થઈ ગયો હતો.
મિચેલ સ્ટાર્કે 6 વિકેટ ઝડપી હતી
મિચેલ સ્ટાર્ક ભારત માટે ઘાતક સાબિત થયો હતો. તેણે 14.1 ઓવરમાં 48 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. કેપ્ટન પેટ કમિન્સે 2 વિકેટ લીધી હતી. જ્યારે સ્કોટ બોલેન્ડે 13 ઓવરમાં 54 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.