INDVSAUS: બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ટીમનો ધબડકો, બોલર રહ્યા નિષ્ફળ

India vs Australia: બીજી ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાનો દબદબો જોવા મળ્યો હતો. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ એક વિકેટના નુકસાને 86 રન બનાવી લીધા છે.પીંક બોલ ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પરંતુ ભારતીય ટીમ માત્ર 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ એક વિકેટના નુકસાને 86 રન બનાવી લીધા છે. માર્નસ લાબુશેન હાલમાં 20 રન બનાવીને ક્રિઝ પર છે. જ્યારે નાથન મેકસ્વીની 38 રન પર રમી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા માત્ર 94 રનથી પાછળ

ઓસ્ટ્રેલિયાની ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યારે ઉસ્માન ખ્વાજાના રૂપમાં પ્રથમ વિકેટ પડી હતી. તેને જસપ્રિત બુમરાહે આઉટ કર્યો હતો. ત્યારબાદ મેકસ્વીનીએ 38 રન બનાવ્યા હતા. જ્યારે લેબુશેને 20 રન બનાવ્યા છે. પ્રથમ દિવસ પૂરો થતા ઓસ્ટ્રેલિયા 94 રનથી પાછળ છે. ભારત તરફથી બુમરાહ, સીરાજ,હર્ષિત રાણા, નિતેશ કુમાર અને રવિચંદ્રન અશ્વિને બોલીંગ કરી હતી. જેમા માત્ર બુમરાહને એક વિકેટ મળી હતી.

રોહિત શર્મા માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો

ઓપનર યશસ્વી પ્રથમ બોલ પર ઝીરો રન બનાવી આઉટ થઈ ગયો હતો. ભારતની બીજી વિકેટ કેએલ રાહુલના રૂપમાં પડી હતી.તે 64 બોલનો સામનો કરીને તે 37 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ અને રાહુલ વચ્ચે અડધી 50 રનની ભાગીદારી થઈ હતી. શુભમન ગીલ 51 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. રિષભ પંતે 35 બોલનો સામનો કરીને 21 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. અશ્વિને 22 રનની મહત્વ પૂર્ણ પારી રમી હતી. હર્ષિત રાણા અને બુમરાહ પણ શુન્ય રન બનાવી આઉટ થઈ ગયો હતો.

Scroll to Top