Chaitar Vasava : ચૈતર વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં હલ્લાબોલ કર્યો છે. ચૈતર વસાવાએ સ્થાનિક આદિવાસી સમાજ અને શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી આપવાના મુદ્દે હલ્લા બોલ કર્યો છે. ચૈતર વસાવાએ નર્મદા નિગમના અધિકારીઓ સામે હુંકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 150 જેટલી દુકાનો બનાવવામાં આવી હતી, જેનો હેતુ સ્થાનિક લોકોને રોજગારીની તકો પૂરી પાડવાનો હતો.
કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અધિકારીઓ જમીનો પચાવી ? Chaitar Vasava ના આરોપથી ફફડાટ
