Gir Somnath માં Dinu Bogha Solanki અને Collector વચ્ચે હવે હિન્દુ સંગઠન આવ્યું કલેકટરના સમર્થનમાં

Gir Somnath: કોડીનાર ભાજપના પુર્વ ધારાસભ્ય જેઠાભાઈ દાનાભાઈ સોલંકીએ ગીર સોમનાથના કલેકટર અને દિનુભાઈ સોલંકી વચ્ચે ચાલતા ગજગ્રાહ પર ચાલતા વિવાદ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, કોડીનાર શહેરનું અને તાલુકાની પ્રજાનું આપના પ્રત્યે અને ભારતીય જનતા પ્રત્યે ખુબજ સારૂ વલણ છે.જે ચુકાદો પ્રજા સતત ભાજપ પાર્ટી પ્રત્યે આપી રહી છે.કોડીનાર તાલુકા પાર્ટી મહાન નથી, વ્યકિત મહાન છે.જે પાર્ટીના નામ ઉપર દિનુભાઈ બોઘાભાઈ સોલંકી મત લઈ અને જીત્યા બાદ પાર્ટીનાજ સાચા કાર્યકરોને કચડી મારી નાંખે છે.તેની વિરૂધ્ધમાં કોઈપણ બુલંદ અવાજ કરી શકતું નથી.વિશેષ જણાવુ છું કે, દિનુભાઈ સોલંકી પુર્વ સંસદ હમણા બે દિવસથી જીલ્લા કલેકટર સામે તેમનો વ્યકિતગત અહમ સંતોપવા માટે જીલ્લાના એક જાંબાજ કલેકટર વિરૂધ્ધ બેફામ વાણી વિલાસ કરી અધિકારીઓને ડર પેદા કરવા તેમના ભાષણનો વિડીયો સતત સોશીયલ મીડીયામાં વાયરલ કરી ભય પેદા કરી રહ્યો છે.

Scroll to Top