Amreli letter kand માં દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી આ માંગ

Amreli letter kand: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો હતો.હેવ આ ઘટનામાં નવો વળાકં આવ્યો છે. ભાજપના દિગ્ગજનેતા અને સહકારી ક્ષેત્રના આગેવાન દિલીપ સંઘાણી (Dilip Sanghani) એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અમરેલી લેટરકાંડ (Amreli letter kand) ની હાઈકોર્ટનાં નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા વિંનતી કરી છે.

દિલીપ સંઘાણીએ પત્રમાં આ ઉલ્લેખ કર્યો

દિલીપ સંઘાણીએ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે,અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કીશોરભાઈ કાનપરીયા દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરેલ તેમાં અમરેલી (Amreli) પોલીસ દ્રારા અમરેલી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મનિષભાઇ વઘાશીયા,એક મહિલા સહીત કુલ 4 વ્યક્તિની ઘરપકડ કરેલી હતી. જયારે તેઓ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેઓને માર મારી કિશોરભાઇ કાનપરીયાના કહેવાતા આ પત્ર લખાવવા માટે મારુ ત્થા અન્ય ભાજપા આગેવાનના નામ આપવા દબાણ કરેલ તેવી હકીકત મનિષભાઇ વઘાશીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવેલું હતું. જે અત્યંત ગંભીર બાબત કહી શકાય. અમરેલી (Amreli) પોલીસે પોતાની જાતે પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે છે.

હકીકતની લોકોને પ્રતીતિ કરાવવી જરૂરી

આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા મારે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું, તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે.સરકાર પોલીસની ગેરકાયદેસર રાત્રે મહિલાની ધરપકડ છાવરે છે તે હકીકત ખોટી છે. સરકાર સત્ય બહાર લાવવા તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરાવી રહે છે તે હકીકતની લોકોને પ્રતીતિ કરાવવી જરૂરી છે. જે ગંભીરતાને જોતા આ કેસની તપાસ હાઈકોર્ટના સીટિંગ અથવા નિવૃત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે.

 

 

Scroll to Top