IIFA AWARDS 2025 WINNER: ગુજરાતી અભિનેત્રીનો IIFA AWARDમાં દબદબો, જીતી એવોર્ડ

IIFA AWARDS 2025 WINNER – રવિવારના રોજ જયપુર ખાતે આઈફા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈફા એવોર્ડ્સમાં પહેલીવાર ગુજરાતીઓનો દબદબો જોવા મળ્યો હતો. ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા, સ્નેહા દેસાઈ અને મોનાલ ઠાકરને આઈફા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

સૌથી વધુ એવોર્ડ્સ ફિલ્મ લાપતા લેડીઝને મળ્યા

ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી દ્વારા યોજાયેલ આ વીડિયોમાં સૌથી વધુ એવોર્ડ્સ ફિલ્મ લાપતા લેડીઝને મળ્યા છે. આ સિવાય બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ માટે જાનકી બોડીવાલા ફિલ્મ વશ, બેસ્ટ સ્ક્રિનપ્લે માટે સ્નેહા દેસાઈ અને બેસ્ટ ડાયલોગ્સ માટે મોનાલ ઠાકરે એવોર્ડ જીત્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Jb (@jankibodiwala)


મહત્વનું છે કે, જાનકી બોડીવાલાને આ એવોર્ડ કિંગખાનની જાણીતા શાહરૂખ ખાન દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. જાનકી બોડીવાલા આઈફા એવોર્ડ મળતા જ ગદગદિત થઈ ગઈ હતી અને તેણીએ મંચ પરથી ફિલ્મના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક, આર માધવન અને અજય દેવગણનો આભાર માન્યો હતો. જોવાનું છે કે, જાનકી બોડીવાલાનું આ પ્રથમ આઈફા નોમિનેશન હતું અને તેણી વિજેતા થતા ફેન્સમાં ખુશીની લહેર જોવા મળી હતી.

જાનકી બોડીવાલાએ અભિનેતાને આભાર માન્યો

આ ઉપરાંત, બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કિરણ રાવ અને આમિર ખાનની ફિલ્મ લાપતા લેડીઝને મળ્યો હતો. કાર્તિક આર્યનને ભૂલ ભૂલૈયા 3 માટે બેસ્ટ એક્ટર અને નિંતાશી ગોયલને લાપતા લેડીઝ માટે બેસ્ટ એક્ટ્રેસને એવોર્ડ મળ્યો હતો.

 

આઈફા એવોર્ડ્સ 2025ના વિજેતાઓની સંપૂર્ણ યાદી

      • ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ: રાકેશ રોશન
      • શ્રેષ્ઠ ફિલ્મ: મિસિંગ લેડીઝ
      • શ્રેષ્ઠ અભિનેતા: કાર્તિક આર્યન (ભૂલ ભુલૈયા 2)
      • શ્રેષ્ઠ અભિનેત્રી: નિતાંશી ગોયલ (મિસિંગ લેડીઝ)
      • શ્રેષ્ઠ દિગ્દર્શક: કિરણ રાવ (મિસિંગ લેડીઝ)
      • શ્રેષ્ઠ સહાયક અભિનેતા: રવિ કિશન (મિસિંગ લેડીઝ)
      • શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: જાનકી બોડીવાલા (શૈતાન)
Scroll to Top