Congress Adhiveshan : અમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનના બીજા દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પક્ષપલટુઓ પર જબરા બગડ્યા હતા. તેમણે કહ્યું કે પક્ષપલ્ટુઓને કોંગ્રેસ (Congress) ફરી યાદ ન આવે તો કહેજો. પક્ષપલટુઓને 2027માં જવાબ આપીશું.
શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) કહ્યું તમારા બધાની આવવાથી નવી તાકાત મળી છે. કોંગ્રેસની વિચારધારા લાઠી અને ગોળી સામે લડી હતી. મને ગર્વ છે કે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો ગામડે-ગામડે લડી રહ્યાં છે. ભલે ગુજરાતમાં 30 વર્ષથી કોંગ્રેસ સત્તા પર નથી પરંતુ કોંગ્રેસના આ બબ્બર શેર મારા કોંગ્રેસના ગુજારાત કાર્યકરો ક્યારે વેચાયા નથી ક્યારેય ડર્યા નથી. હા કેટલાક નેતા જેને કોંગ્રેસે જીરોમાંથી હીરો બનાવ્યા તેઓ ડર કે લાલચમાં આવી આહિથી ત્યાં ગયા પણ હું સલામ કરુ છું. છેલ્લી ચૂંટણીને છોડી દો ગુજરાતવાસીઓએ 40 ટકા વોટ કોંગ્રેસને આપ્યા છે. હરિજન અખબારમાં મહાત્મા ગાંધીના આર્ટિકલનો ઉલ્લેખ કરતા શક્તિસિંહે કહ્યું કે ગાંધીએ કહ્યું હતું કે હિંસોઓ સામે લડેલી કોંગ્રેસ પાર્ટીને મરવા દેવી જોઇએ નહીં. કોંગ્રેસ ત્યારે જ મરી શકે જ્યારે આ દેશ મરી શકે.
રિવાબા રવિન્દ્ર જાડેજા સામે નણંદ નયના બા માંડશે મોરચો !
બેઠક પહેલા કોંગ્રેસના નેતા અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ના બહેન નયનાબા જાડેજા (Naynaba Jadeja)નું મોટું નિવેદન સામે આવ્યું છે. નયનાબાએ કહ્યું કે કોંગ્રેસ જ્યારે એક થઇને લડી છે ત્યારે પરિણામ આપ્યું છે. કોંગ્રેસનો હંમેશા પ્રયત્ન રહ્યો છે કે તેમના કાર્યકરો અને નેતાઓ લોકો વચ્ચે જાય અને તેમના પ્રશ્નોને વાચા આપે, સંગઠન હજુ વધુ મજબૂત બને તેના માટે પ્રયત્ન કરીશું. સંગઠન એટલે તાકાત, એકતા એટલે તાકાત. 2027માં ભાભી રિવા બા (Rivaba Jadeja) સામે ઉતરવાનું થાય ત્યારે આ વખતે વધુ આક્રમકતાની સાથે ઉતરીશું. 2017માં કોંગ્રેસની આક્રમકતાની સાથે લડ્યા હતા. આ વખતે તો ઘણા મુદ્દા છે. હવે લોકો પણ થાકી ગયા છે. હવે અમારી મહેનત અને લોકોનો સાથ મળી જશે ત્યારે આ સરકારની હાર નક્કી છે.
દેશ પર સંકટના વાદળો ઘેરાય ત્યારે ગુજરાતે રસ્તો બતાવ્યો
દેશના ભવિષ્ય વિશે વાત કરતાં પવન ખેરા (Pawan Khera)એ કહ્યું હતું કે ‘કોંગ્રેસ તરફ જોઇ રહ્યો છે અને કોંગ્રેસ ગુજરાત તરફ જોઇ રહી છે. જ્યારે પણ દેશમાં અંધકાર અથવા સંકટના વાદળો છવાયા છે, ત્યારે ગુજરાતે રસ્તો બતાવ્યો છે. 3 દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી દૂર છે. કોંગ્રેસ ગુજરાતમાં ન્યાય પથ પર ચાલીને પરિવર્તન લાવશે અને આગામી 2027ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ જીત થશે.
આ ઠરાવ પસાર કરાશે
સોશિયલ રિફોર્મને લઇને ઠરાવ કરાશે
વિદેશ નીતિને લઇને ઠરાવ થશે.
યુથ કોંગ્રેસમાં બદલાવને લઇને ઠરાવ
કોંગ્રેસ સંગઠનમાં ફેરબદલને લઇને ઠરાવ
ઈકોનોમિકલ ભારતને ક્યા લઇ જવું તેને લઇને ઠરાવ પસાર થશે
આગામી ચૂંટણીને લઇને ઠરાવ થશે