Coldplay concert ની ટિકિટ ન મળે તો ચિંતા ન કરતા, આ પ્લેટફોર્મ પર free માં જોઈ શકશો

અમદાવાદમાં યોજાનારા ‘કૉલ્ડપ્લે’ કોન્સર્ટ (Coldplay concert) અંગે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જે લોકો ટિકિટ ચૂકી ગયા છે તેઓને આ સમાચાર ઘણા રાહત આપશે. માહિતી અનુસાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજનારા આ કોન્સર્ટનું (Coldplay concert) હવે લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે. આ શૉનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર (Disney+ Hotstar) પર કરાશે. એટલે કે ભારત ભરમાં કૉલ્ડપ્લે (Coldplay concert) ના ચાહકો હવે કોન્સર્ટનું લાઈવ સ્ટ્રીમ ઘરે બેઠાં નિહાળી શકશે.

Disney+ Hotstar પર જોઈ શકશે

કોલ્ડપ્લેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે કે, ’26 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં યોજાનારા કોન્સર્ટ (Coldplay concert) નું લાઈવ સ્ટ્રિમિંગ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવશે. ‘

કોન્સર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે આ પહેલા એક મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે (Coldplay concert) નો મ્યુઝિક કોન્સર્ટને ધ્યાનમાં રાખીને કોન્સર્ટમાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં યુવાનો અમદાવાદ આવી શકે તે માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે. આ સ્પેશિયલ ટ્રેન બાંદ્રાથી બોરિવલી, વાપી, ઉધના, સુરત, ભરૂચ, વડોદરા થઈને ટ્રેન અમદાવાદ પહોંચશે.

 

 

Scroll to Top