Surendranagar: સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા સાથે સિવિલ હોસ્પિટલના સ્ટાફે ગેરવર્તન કર્યું છે. સમગ્ર ઘટના એવી છે કે સાંસદ ચંદુ સિહોરા સિવિલ હોસ્પિટલમાં વિઝિટ પર ગયા અને સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું. સાંસદ તો સિવિલ હોસ્પિટલની વિઝિટ કર્યા રાખે તે શુ કરી લેવાના આવા પ્રકારનું નિવેદન સ્ટાફ નર્સ આપતા સાંસદ લાલઘૂમ થયા છે. ત્યારબાદ સાંસદ ચંદુ સિહોરાએ સ્ટાફનો ઉધડો લીધો હતો. સુરેન્દ્રનગરની ગલીમાં એવી ચર્ચા થઈ રહી છે કે સુરેન્દ્રનગરના સાંસદની કોઈ વાત સાંભળતા નથી. તેવી ચર્ચા થઈ રહી છે.