Kite festival 2025: ઉત્તરાયણ પર્વ પર મોટાભાગના લોકો પંતગ ઉત્સવ માણતા હોય છે. ત્યારે આ તહેવાર દરમિયાન પશુ પક્ષી ઈજાગ્રસ્ત થતા હોય છે. ગુજરાત સરકાર પશુ-પક્ષીઓની રાહત માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 સેવા કાર્યરત કરી છે. પાછલા કેટલાક વર્ષોમાં આ આંકડાઓ પર નજર નાખ્યે તો 14 જાન્યુઆરી 2025ના રોજ અંદાજે 1476 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. સામાન્ય દિવસોમાં નોંધાતા 842 કેસોની સરખામણીમાં 75.28% નો વધારો દેખાય છે.
કેસોની સરખામણીમાં 75.28% નો વધારો થયો
આ સેવા રાજ્યના વિવિધ જીલ્લામાં ચાલુ કરવામાં આવી છે. જેમ કે અમદાવાદ ,ગાંધીનગર,પંચમહાલ,સુરત,સુરેન્દ્રનગર,અરવલ્લી,બનાસકાંઠા,ગાંધીનગર જેવા મખ્ય અને મોટા જિલ્લામાં આ વિશેષ સેવા ચાલુ કરવામાં આવશે. કરૂણા અભિયાન હેઠળ પશુ-પક્ષીઓને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે 14 અને 15 જાન્યુયારી દરમિયાન દરમિયાન 1962-KAA એમ્બ્યુલન્સની સંખ્યા 37થી વધારીને 87 કરવામાં આવી છે.
#ઉતરાયણ પર્વ દરમ્યાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે #કરુણાઅભિયાન-૨૦૨૩
▶️ તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી -૨૦૨૩
▶️ ઘાયલ પક્ષી દેખાય તો હેલ્પલાઇન નંબર #ડાયલ કરો ૧૯૬૨ ☎️@pkumarias @CMOGuj @nkmeenaias @GujForestDept pic.twitter.com/BqPfCtrhPW— Collector & District Magistrate, Arvalli (@CollectorArv) January 13, 2023
સરકારે 87 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી
જનતાને વિનંતી છે કે ચાઈનીઝ દોરી તથા હાનિકારક પતંગ (Kite) ની દોરીનો ઉપયોગ બને ત્યા સુધી ટાળવી જોઈએ. પશુ અને પક્ષીની ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક 1962 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈનનો ઉપયોગ કરવો. જાન્યુઆરી 2025માં પક્ષીઓને લગતા ઈમરજન્સી કેસનો આંકડો 14મા તારીખે 685 અને 15મી તારીખે 487 રહેવાની સંભાવના રહેલી હોય છે.રેગ્યુલર દિવસો કરતા આ આંકડામાં વધારો આવતો હોય છે.