Idar: નકલીના જમાનામાં હવે ખોટા ખેડૂત પણ!

Idar

Idar: નકલી દસ્તાવેજોના જમાનામાં હવે ‘ખોટા ખેડૂત’ના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. Idar ના ધારાસભ્ય Raman Vora સામે ખોટા ખેડૂત બનીને જમીન ખરીદવાનો આક્ષેપ લાગ્યો છે. આ મામલાએ રાજકીય ગરમાવો સર્જ્યો છે અને હવે ધારાસભ્ય માટે મુશ્કેલી વધી રહી છે.

શું છે મામલો?

માહિતી અનુસાર, ધારાસભ્ય રમણ વોરાએ ગાંધીનગર નજીક પાલેજ ખાતે ખેતીની જમીનો ખરીદી હતી. આ માટે તેમણે ખેડૂત હોવાનું ખોટું દાખલો મેળવ્યો હતો. ખોટા ખેડૂત હોવાનો પર્દાફાશ થતાં ધારાસભ્યે તે જમીન વેચી દીધી. પછી, તેમણે ખેતીની જમીન NA (નૉન-એગ્રીકલ્ચરલ) કરીને પોતાના પુત્રના નામે ખરીદી. ત્યારબાદ, ખોટા દાખલાના આધારે પુત્રના નામે ઈડર નજીક દાવડ ગામે પણ ખેતીની જમીન ખરીદવામાં આવી હતી.

આ પણ વાંચો – Devayat Khavad: SP મનોહરસિંહ જાડેજા કરશે કડક કાર્યવાહી?

અરજી અને ધમકી

આ મામલે એક અરજદારે ખેડૂત ખાતેદારના પુરાવા માંગ્યા હતા, પરંતુ મામલતદારે પુરાવા આપવાનો ઇનકાર કર્યો. અરજદારે ચેતવણી આપી હતી કે જો કાર્યવાહી નહીં થાય તો તેઓ આત્મવિલોપન કરશે.

મામલતદારની બદલી

આ વિવાદના કારણે એ. એ. રાવલની મહેસૂલ વિભાગમાંથી બદલી કરવામાં આવી અને પૂજા જોશીને ઈડર મામલતદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. નવી મામલતદારે જમીન મુદ્દે સંબંધિત તમામ ફાઈલો મંગાવીને દસ્તાવેજોનો અભ્યાસ શરૂ કર્યો છે.

ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી

દસ્તાવેજોની તપાસ બાદ ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ ગણોતધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખોટા ખેડૂત તરીકે પકડાયેલા ધારાસભ્યને દંડ ફટકારવાની શક્યતા પણ છે.

Scroll to Top