ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ આ તારીખે જાહેર થવાની સંભાવના, પાકિસ્તાન ઓફર સ્વીકારશે?

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ બોર્ડ આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલને અંતિમ સ્વરૂપ આપવા માટે 29 નવેમ્બરે વર્ચ્યુઅલ બેઠક યોજશે. ટૂર્નામેન્ટના કાર્યક્રમની જાહેરાત કરવામાં ઘણો વિલંબ થયો છે. વિલંબનું કારણ બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને જોતા ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કર્યો છે. 2008ના મુંબઈ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ઇચ્છે છે કે ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં રમાય. જેમાં ભારતની મેચો ત્રીજા દેશમાં યોજવામાં આવે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની નિર્ણાયક બેઠક

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) હજુ સુધી હાઇબ્રિડ મોડલ પર સહમત થયું નથી. આઈસીસીના પ્રવક્તાએ મંગળવારે પીટીઆઈને જણાવ્યું હતું કે, ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલ અંગે ચર્ચા કરવા માટે આઈસીસી બોર્ડ 29 નવેમ્બરે બેઠક કરશે. આ મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ મીટિંગ BCCI સેક્રેટરી જય શાહ 1 ડિસેમ્બરે ICC પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળે તેના બે દિવસ પહેલા થઈ રહી છે.

ICC અને PCB 29 નવેમ્બરે બેઠક કરશે

ICC એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્યો પીસીબીને નાણાકીય સહાય વધારે આપી ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલ સ્વીકારવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. PCB હાઇબ્રિડ મોડલમાં ટુર્નામેન્ટનું આયોજન કરવા માંગતું નથી. આ વિવાદ શાંત કરવા માટે વધારે પૈસાનું પ્રોત્સાહ આપવામાં આવી રહ્યું છે.

15 થી 26 જાન્યુઆરી સુધીમાં ભારતમાં રહેશે

ભારત માટે ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રવાસ જાહેર કરવામાં આવ્યો છે. 15 જાન્યુઆરીના દિવસે ભારતમાં આવશે અને 26 જાન્યુઆરી સુધી ભારતમાં રહેશે. ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રવાસ પાકિસ્તાનમાં 16 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ચાલશે. ઈસ્લામાબાદ બાદ ટ્રોફી એબોટાબાદ, મુરી, નથિયા ગલી અને કરાચી જશે. આ પછી તે 26 થી 28 નવેમ્બર સુધી અફઘાનિસ્તાનમાં રહેશે.

આ દેશોમાં પણ ટ્રોફી ફરશે

અફઘાનિસ્તાન બાદ ચેમ્પિયન્સ ટ્રોફી બાંગ્લાદેશ જશે. 10 થી 13 ડિસેમ્બર સુધી રહેશે.15 થી 22 ડિસેમ્બર સુધી સાઉથ આફ્રિકા લઈ જવામાં આવશે. ટ્રોફી 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી ઓસ્ટ્રેલિયામાં રહેશે. આ પછી તે 6 થી 11 જાન્યુઆરી સુધી ન્યુઝીલેન્ડમાં રહેશે. આ ટ્રોફી 12 થી 14 જાન્યુઆરી સુધી ઈંગ્લેન્ડમાં રહેશે.

Scroll to Top