ટેસ્ટ રેન્કિંગમાં આ ઈંગ્લેન્ડનો બેટર નંબર વન બન્યો, ગીલ સાથે તુલના થતી

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો હેરી બ્રુક નવો નંબર 1 બેટ્સમેન બની ગયો છે. બેટિંગમાં જો રૂટની પછાડીને 25 વર્ષીય બ્રુક તેની કારકિર્દીમાં તેણે પ્રથમ વખત ટેસ્ટ બેટિંગમાં નંબર વન ખેલાડી બની ગયો છે. આ રેન્કિંગ બાદ વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે 33 વર્ષીય જો રૂટ બીજા સ્થાને આવી ગયો છે.

હેરી બ્રુક ટેસ્ટ રેન્કિંગનો નંબર વન બેટર

ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ટ્રેવિસ હેડ અને દક્ષિણ આફ્રિકાનો ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમા ટોપ 10માં યથાવત રહ્યા છે. જ્યારે ભૂતપૂર્વ નંબર 1 બેટ્સમેન માર્નસ લાબુશેન ત્રણ સ્થાન આગળ વધીને 13મા સ્થાને પહોંચી ગયો છે. રૂટે આ વર્ષે જુલાઈમાં ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેન વિલિયમસનને પાછળ રાખીને પ્રથમ સ્થાને આવ્યો હતો. રૂટ કારકિર્દીમાં કુલ નવ વખત પ્રથમ વખત રહ્યો છે.

બુમરાહ ICC રેન્કિંગમાં ટેસ્ટ બોલરોની યાદીમાં પ્રથમ નંબરે

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ICC રેન્કિંગમાં ટેસ્ટ બોલરોની યાદીમાં પ્રથમ પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ ચોથા સ્થાને અને ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરી નવમા સ્થાને રેન્કિંગમાં આવી ગયો છે. મિચેલ સ્ટાર્ક, ક્રિસ વોક્સ અને ગુસ એટકિન્સનને પણ ફાયદો થયો છે. કેશવ મહારાજ શ્રીલંકા સામે છેલ્લા દિવસે પોતાની ટીમને જીત અપાવી હતી. તેથી તે ફરીથી ટોપ 20માં ફરી સ્થાન મળ્યું હતું,

ઓલરાઉન્ડરોની ટેસ્ટ રેન્કિંગમાં જાડેજા પ્રથમ સ્થાને

રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરોની ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે, જ્યારે બાંગ્લાદેશનો કેપ્ટન મેહદી હસન મિરાજ વેસ્ટ ઈન્ડિઝ સામેના કેરેબિયન પ્રવાસ બાદ બે સ્થાન આગળ વધીને બીજા સ્થાને પહોંચી ગયો છે.

Scroll to Top