આ તારીખે યોજાશે ICC Champions Trophy ની ઓપનિંગ સેરેમની, જાણી લો સ્થળ અને તારીખ

ICC Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ઓપનિંગ સેરેમનીનું આયોજન લાહોરમાં કરવામાં આવશે.આ આયોજન 16મી ફેબ્રુઆરીએ રાખવામાં આવ્યું છે.આ પહેલા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ 7 ફેબ્રુઆરીએ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં અતિથિ તરીકે કાર્યક્રમનો ભાગ બનશે.જ્યારે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં 11 ફેબ્રુઆરીએ ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. જેમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી ગેસ્ટ ઓફ ઓનર હશે.

16 ફેબ્રુઆરીએ લાહોરમાં યોજાશે

ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy ) નો સત્તાવાર ઉદઘાટન સમારોહ 16 ફેબ્રુઆરીએ લાહોરના હઝુરી બાગમાં યોજાશે. આ ઉપરાંત ગદ્દાફી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમનીની ઝલક જોવા મળશે.પાકિસ્તાનના જાણીતા ચહેરાઓ સિવાય ક્રિકેટરો અને ICCના વરિષ્ઠ અધિકારીઓ ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy )  ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.આ ઓપનિંગ સેરેમનીમાં લગભગ તમામ ટીમોના કેપ્ટન જોવા મળશે, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ત્યાં નહીં હોય.

રોહિત શર્મા નહીં જાય પાકિસ્તાન

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 20 ફેબ્રુઆરીએ મેચ રમાશે. આ પછી ભારતીય ટીમ પાકિસ્તાનના વચ્ચે 23 ફેબ્રુઆરીએ શાનદાર મેચ રમાશે. જ્યારે ભારતીય ટીમ તેની છેલ્લી લીગ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2 માર્ચે મેચ રમાશે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ તેની મેચો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમશે.

 

Scroll to Top