ICC ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી ટોપ-20માંથી બહાર, ભારતના આ બેટરને થયો મોટો ફાયદો

– ઈંગ્લેન્ડના બેટર જો રૂટ પ્રથમ નંબરે
– વિરાટ કોહલી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-20માંથી બહાર
– યશસ્વી જયસ્વાલને એક સ્થાનનું નુકસાન

 

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ (ICC) ટેસ્ટમાં બેટ્સમેનોની તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે. ICCની તાજેતરની રેન્કિંગમાં વિરાટ કોહલી ટોપ-20માંથી બહાર થયો છે. બાબર આઝમને પણ મોટું નુકસાન થયું છે. વિરાટ કોહલી હાલમાં બેટ્સમેનોની ICC ટેસ્ટ રેન્કિંગમાં 22માં સ્થાને પહોંચી ગયો છે.

વિરાટનો દબદબો સતત 10 વર્ષ સુધી યથાવત રહ્યો

10 વર્ષ બાદ વિરાટ કોહલી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-20માંથી બહાર થઈ ગયો છે. આ પહેલા ડિસેમ્બર 2014માં તે ટોપ-20 બેટ્સમેનોની લીસ્ટમાં નામ ન હતું. આ પછી, વિરાટનો દબદબો સતત 10 વર્ષ સુધી યથાવત રહ્યો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી તેનું ખાસ પ્રદર્શન જોવા મળ્યું હતું.

વિકેટકિપર બેટર ઋષભ પંતને ફાયદો

ભારતીય વિકેટકિપર બેટર ઋષભ પંત 6 સ્થાને આવ્યો છે. જ્યારે ભારતીય ટેસ્ટ ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલને એક સ્થાનનું નુકસાન સાથે ચોથા સ્થાન પર આવી ગયો છે. જ્યારે ન્યૂઝીલેન્ડેના બેટર ડેરિલ મિશેલ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10માં આવ્યો છે.

જો રૂટ પ્રથમ નંબરે

આ ટેસ્ટ રેન્કિંગમાં ઈંગ્લેન્ડના બેટર જો રૂટ પ્રથમ નંબરે છે. વિલિયમસન (બીજા), હેરી બ્રુક (ત્રીજા), જ્યસ્વાલ (ચોથા) અને સ્ટીવ સ્મિથે (પાંચ) નંબરે છે. આ પાંચ ખેલાડી સતત ટેસ્ટમાં સતત સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત ભારતીય બેટર શુભમન ગિલને ચાર સ્થાનના ફાયદા સાથે 16માં સ્થાને પહોંચી ગયો છે. જ્યારે વિલ યંગને 29 સ્થાનની છલાંગ લગાવીને 44માં સ્થાને પહોંચવામાં સફળ રહ્યો છે.

Scroll to Top