ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારે ટ્રોફી આવશે ભારત

 

ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટ્રોફીનો પ્રવાસ જાહેર કર્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની રજૂઆત બાદ ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નહીં જાય. ICCએ પાકિસ્તાન દ્વારા POK પ્લાન રદ્દ કર્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રવાસ ઈસ્લામાબાદથી 16 નવેમ્બરથી શરૂ થશે. તેનું છેલ્લું શિડ્યુલ ભારત માટે જ રાખવામાં આવ્યું છે. આ પછી ટ્રોફી ફરી પાકિસ્તાન જશે.

26 જાન્યુઆરી સુધી ચાલશે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ ચેમ્પિયન્સ ટ્રોફીને પીઓકે લઈ જવા ઈચ્છતું હતું. પરંતુ ICCએ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. 16 નવેમ્બરથી શરૂ થશે અને 26 જાન્યુઆરી સુધી ચાલશે. ટ્રોફી 26મી જાન્યુઆરીએ ભારતમાં જ રહેશે. 26 જાન્યુઆરી એ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે.

15 થી 26 જાન્યુઆરી સુધીમાં ભારતમાં રહેશે

ભારત માટે ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રવાસ જાહેર કરવામાં આવ્યો છે. 15 જાન્યુઆરીના દિવસે ભારતમાં આવશે અને 26 જાન્યુઆરી સુધી ભારતમાં રહેશે. ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રવાસ પાકિસ્તાનમાં 16 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ચાલશે. ઈસ્લામાબાદ બાદ ટ્રોફી એબોટાબાદ, મુરી, નથિયા ગલી અને કરાચી જશે. આ પછી તે 26 થી 28 નવેમ્બર સુધી અફઘાનિસ્તાનમાં રહેશે.

આ દેશોમાં પણ ટ્રોફી ફરશે

અફઘાનિસ્તાન બાદ ચેમ્પિયન્સ ટ્રોફી બાંગ્લાદેશ જશે. 10 થી 13 ડિસેમ્બર સુધી રહેશે.15 થી 22 ડિસેમ્બર સુધી સાઉથ આફ્રિકા લઈ જવામાં આવશે. ટ્રોફી 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી ઓસ્ટ્રેલિયામાં રહેશે. આ પછી તે 6 થી 11 જાન્યુઆરી સુધી ન્યુઝીલેન્ડમાં રહેશે. આ ટ્રોફી 12 થી 14 જાન્યુઆરી સુધી ઈંગ્લેન્ડમાં રહેશે.

22 નવેમ્બરથી પ્રથમ ટેસ્ટ રમાશે

ગિલ ટીમ ઈન્ડિયા માટે ત્રીજા નંબર પર બેટિંગ કરે છે. એક સમાચાર અનુસાર શુભમન શનિવારે ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. ગીલની આંગળીમાં ઈજા થઈ છે. ગિલની ઈજા અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પ્રથમ ટેસ્ટ રમાશે. જો ગિલ ત્યાં સુધીમાં સ્વસ્થ થઈ ગયો હોત, તો તે પ્રથમ ટેસ્ટમાં રમશે નહીં તો તે તેમાંથી બહાર થઈ જશે. ગીલે ભારત માટે ખુબ સારૂ પ્રદર્શન કર્યું છે. તેની ઈજા ટીમનું ટેન્શન વધારી શકે છે. ગિલની ઈજા અંગે હજુ સત્તાવાર માહિતી મળી નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આગામી ત્રણ દિવસમાં આ અંગે માહિતી આપી શકે છે.

Scroll to Top