Rajkot News: વિછિયા તાલુકામાં થોડા દિલસ પહેલા થોરિયાળી ગામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી હતી. આ ગેરકાયદે બાંધકામ અંગે અરજી કરનાર ઘનશ્યામ રાજપરા ઉપર જસદણ પંથકના 7 જેટલા લોકોએ કુહાડી,ધોકા સહિતના હથયારોથી ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલા બાદ ઘનશ્યામ રાજપરાને વીંછિયા ( Vinchiya) પંથક અને ત્યાર બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરાનું મોત થયું હતું. આ મોત બાદ સમગ્ર વીંછિયા ( Vinchiya) પંથકમાં માહોલ તણાવ ગ્રસ્ત થઈ ગયો હતો. કોળી આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
આમ આદમી પાર્ટીએ કરી આ માંગ
ગઈકાલે પોલીસે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવાનું વચન આપ્યું હતું. પરંતુ પોલીસે આ વચન પાળ્યું નહીં. જેના કારણે કોળી સમાજ ભેગા થઈને પોલીસ સ્ટેશનમાં રજૂઆતકરવા ધસી આવ્યું અને પોલીસે દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યું છે.આ સમગ્ર ઘટનાને લઈ આમ આદમીના નેતા રાજુ કરપડાએ માંગ કરી હતી કે, તમામ ઈજાગ્રસ્તોને સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે. તથા કોળી સમાજના યુવાનો પર ખોટા કેસ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. તથા તેમણે કોળી સમાજ તથા તમામ સમાજના લોકોને શાંતિ જાળવવા નમ્ર અપીલ કરી છે.
વીંછિયામાં તણાવ ગ્રસ્ત માહોલ
વીંછિયા ( Vinchiya) ના થોરિયાળી ગામે રહેતા ઘનશ્યામ રાજપરાએ ગેરકાયદેસર બાંધકામ અંગેની અરજી બાદ કાઠી દરબારેના શખ્સોએ કોળી યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. આ બનાવ પગલે સમગ્ર વિછિયા ( Vinchiya) પંથકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરાએ આ મામલે વિછિયા ( Vinchiya) બંધનું એલાન આપ્યું હતું. મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હત્યાના બનાવ બાદ આક્રોસપૂર્ણ વિછિયા ( Vinchiya) માં વેપારીઓએ બંધ પાળ્યું હતું.આ હત્યાના બનાવનો ભારે વિરોદ્ધ સાથે રોષ પૂર્વક રજૂઆત પણ કરી હતી.