Liquor Party: દારૂની મહેફિલ પર પોલીસના દરોડા

Liqour Party

Sanand નો શાંતિભર્યો વિસ્તાર હવે Liquor Party ના હબ તરીકે ઉપસી રહ્યો છે. ગુજરતના ડ્રાય સ્ટેટમાં ફરી એકવાર હાઈ પ્રોફાઈલ Liquor Party નો પર્દાફાશ થયો છે. સાંણદના પ્રખ્યાત Glade One Golf Resort માં ચાલી રહેલી બર્થ ડે પાર્ટી પર પોલીસે રેડ કરી, જેમાં 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. આ રેડ પ્રતિક સાંઘી નામના રિયલ એસ્ટેટ વ્યવસાયીની બર્થ ડે પાર્ટી પર થઈ હતી. સૂત્રોના અનુસાર, પાર્ટી દરમ્યાન રિસોર્ટમાં અંદાજે 200 જેટલા મહેમાનો હાજર હતા. પોલીસે બાતમીના આધારે રેડ કરતા 13 યુવકો અને 26 યુવતીઓને દારૂ પીધેલી હાલતમાં પકડ્યા હતા.

આ પણ વાંચો – Visavadar: જુઓ, કાગળ પર બનેલા રોડ કેવા હોય?

અસલાલી, ચાંગોદર, બોપલ અને સાંણંદ પોલીસે સંયુક્ત રીતે આ ઓપરેશનને અંજામ આપ્યો હતો. પોલીસે 100 જેટલા શંકાસ્પદ મહેમાનોને મેડિકલ રિપોર્ટ માટે 4 બસો અને અન્ય વાહનોમાં હોસ્પિટલ મોકલ્યા હતા. સાથે જ, પોલીસે પાર્ટી સ્થળેથી 5 સીલબંધ દારૂની બોટલો પણ કબજે કરી છે. માત્ર ગ્લેડ વન રિસોર્ટ જ નહીં, પણ નજીકના કલ્હાર બંગલોઝ વિસ્તારમાં પણ રેડ કરવામાં આવી હતી, જ્યાં બીજું દારૂ પાર્ટીનું આયોજન હતું. આ સ્થળેથી 12 કરતાં વધુ લોકોને અટકાયત કરવામાં આવ્યા છે.

માત્ર 24 કલાકના અંદર સાંણંદ વિસ્તારમાં થયેલી આ બે મોટી રેડ પછી, આ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિક પોલીસે કહ્યુ છે કે આવનારા દિવસોમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવશે અને કડક પગલાં લેવામાં આવશે.

 

Scroll to Top