Visavadar માં ત્રિપાંખિયા જંગ વચ્ચે કોંગ્રેસ કેટલી મજબૂત?, Shaktisinh Gohilએ કહ્યું અમારી જીત નિશ્ચિત
વિસાવદરના અમારા પ્રવાસ દરમિયાન અમે બધા પક્ષના ઉમેદવારો અને કાર્યકર્તા સાથે વાત કરતા વિસાવદરની ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા અમે પ્રયત્ન કર્યો.ત્યારે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ સાથે વાત કરતા તે AAP પર ખૂબ ભડક્યા. શક્તિસિંહે કહ્યું કે બંને પાર્ટી ભાજપ અને AAP કહે છે કે સ્પર્ધા અમારા સાથે નથી. પરંતુ બંને એક જ શતરંજના ચટ્ટા બટ્ટા છે, અને એક જ ભાષા બોલે છે.
જ્યારે હરિયાણાની ચૂંટણી આવતી હતી, ત્યાં આમ આદમી પાર્ટીનું કશું જ નહતું. જેમને જામીન ન હતા મળતા એને રાતોરાત જામીન મળ્યા. હુડાજીએ છતાં કહ્યું કે આવો આપણે બેસીને વાત કરીયે. તમારું કંઈ નથી છતાં આપવા તૈયાર છીએ. AAP એ એવી રીતે ઉમેદવાર રાખ્યા કે જેથી કોંગ્રેસના જ મત તૂટે. આમ આદમી પાર્ટીની એક પણ સીટ ના આવી. મોટા ભાગમાં ડિપોઝિટ ગઈ અને કોંગ્રેસને હારવાનું કારણ બનવા જ આમ આદમી પાર્ટીએ કામ કર્યું.
અમે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એક તરફી ઉમેદવારની જાહેરાત એમણે કરી. એમણે ત્યાં નેશનલ લેવલ પર વાત કરી કે આ અમારો ઉમેદવાર છે પણ અમારી સાથે કોઈ ચર્ચા નથી થઈ. નામ જાહેર થયા પછી ગોપાલભાઈનો જરૂર ફોન આવ્યો. પરંતુ એક ગઠબંધનનો પણ ધર્મ હોય છે, વાત કરવાની એક પ્રક્રિયા હોય છે. દિલ્હીની અંદર પણ કોંગ્રેસ પાર્ટીએ ગઠબંધન નહોતું.
એમના સર્વેમાં એમ હતું કે આમ આદમી પાર્ટીની સરકાર બની જશે. એટલે પહેલી જાહેરાત આમ આદમી પાર્ટીએ કરી કે દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નથી. અમે તો ગઠબંધનનો ધર્મ નિભાવ્યો હતો. હું પ્રદેશ પ્રમુખ હોઉં અને જ્યાંથી વર્ષો સુધી ધારાસભ્ય રહ્યો એ ભાવનગરની સીટ એ માંગે, હેમંતભાઈ પટેલના સાથે લોકોની ફિલિંગ સાથે જોડાયેલી ભરૂચની સીટ આમ આદમી પાર્ટી માંગે, એ અમારા માટે મુશ્કેલ હતું, છતાં ગઠબંધનનો ધર્મ નિભાવવા માટે છાતી ઉપર પથ્થર રાખીને અમે ત્યારે કહ્યું હતું.
એક માહોલ એ રીતનો બનાવવામાં આવ્યો કે જેણે કોંગ્રેસ છે જ નહી પિક્ચરમાં. પરંતુ ગુજરાતની જનતાએ મુખ્ય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસને જ પસંદ કરી. ગુજરાતની એ તાસીર છે કે થર્ડ ફ્રન્ટને ક્યારેય ગુજરાતે સ્વીકાર્યો નથી. ગુજરાતના મતદાતાઓની સુજ અને સમજણ છે એ મત ભાજપને કે કોંગ્રેસને આપે, આવા થર્ડ ફ્રન્ટને નહીં.
ભલભલાએ કોશિશ કરી, ચીમનભાઈ પટેલ એ રાજકારણના ચાણક્ય કહેવાતા. હું એમની કેબિનેટમાં રહ્યો છું. એ કોંગ્રેસમાં આવ્યા ત્યારે એમણે જાહેરમાં કહ્યું હતું કે, ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ન ચાલે મેં અનુભવી લીધું છે. નહિતર એમની પાસે પટેલ, પાવર, સમજણ, બુદ્ધિશાળી વ્યક્તિત્વ, અર્થશાસ્ત્રી છતાં એમણે કહ્યું કે થર્ડ ફ્રન્ટ ના ચાલે. શંકરસિંહ વાઘેલાની પોતાની સરકાર હતી.
દિલીપ પરીખ મુખ્યમંત્રી હતા. પોતાની જ સરકાર 182 માટે લડ્યા પરંતુ માત્ર ચાર જ ચૂંટાણા એટલે ત્રીજો પક્ષ અહિંયા ક્યારેય નથી ચાલતો. ગયા વખતે આમ આદમી પાર્ટીએ કોઈ ખેરાતમાં બાકી નહોતી રાખી. ગેરંટી કાર્ડ આપ્યા હતા. એમની હાલત શું થઈ? સીટો ભલે ગમે તેટલી ઓછી આવી પણ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ જ આવ્યો. એટલે થર્ડ ફ્રન્ટ ચાલતો નથી, ચાલશે નહી.
આ પણ વાંચો- Visavadar: Congressની સભામાં બબાલ, ઠાકોર-કોળી સમાજના આગેવાનો પણ હતા હાજર અને થયો પથ્થર મારો