Jamnagar માં કેટલા નાગરિકોએ ફ્રી સિલિન્ડરનો લાભ લીધો,આંકડો જાણી ચોકી જશો

Gujarat Assembly: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે.જેમાં ગઈકાલે નાણામંત્રી કનુ દેસાઈ (kanu deshi) એ બજેટ રજૂ કર્યું હતું.હેવ અગામી થોડા દિવસો ગૃહમાં સવાલ અને જવાબ ચાલશે. પ્રશ્ન કાળ દરમિયાન અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભિખુસિંહજી પરમાર (Bhikhusinhji Parmar) જામનગર જિલ્લામાં એક વર્ષમાં કેટલા સિલિન્ડર ફ્રી આપવામાં આવ્યા તેની માહિતી આપી હતી.

ફ્રી સિલિન્ડર સહાય યોજના 1.60 લાખ લોકોએ લીધો લાભ

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભિખુસિંહજી પરમારે (Bhikhusinhji Parmar) વિધાનસભામાં પ્રશ્ન કાળ દરમિયાન જણાવ્યું કે, જામનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં LPG ફ્રી સિલિન્ડર સહાય યોજના હેઠળ તા.31/12/2024 ની સ્થિતિએ 1,60,765 નાગરિકોને આ યોજનાનો લાભ અપાયો છે.જેમાં પ્રથમ ક્વાર્ટર(એપ્રિલ ૨૪ થી જૂન ૨૪)માં 79,429 તથા બીજા ક્વાર્ટર (ઓકટો.24 થી ડિસે.24)માં 81,336 લાભાર્થીઓને લાભ અપાયો છે.

રાજ્યમંત્રી ભિખુસિંહજી પરમારે વિધાનસભામાં આપ્યો જવાબ

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રસોઈમાં લાકડા અને છાણ જેવા ઇંધણનો વપરાશ કરવાથી ધુમાડાના કારણે મહિલાઓના સ્વાસ્થ્યને થતા નુકશાનને અટકાવવા માટે LPG ફ્રી સિલિન્ડર સહાય યોજના અમલી બનાવવામા આવી છે. LPG ફ્રી સિલિન્ડર સહાય યોજના અંતર્ગત વર્ષ 2024માં જામનગર જિલ્લામાં કુલ 96,601 લાભાર્થીઓ નોંધાયેલા છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના હેઠળ 7.81 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે તેમ મંત્રી પેટા પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું હતું.

 

 

Scroll to Top