Gujarat Goverment: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરાઈ છે. પત્રકાર પરિષદ સંબોધિત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (bhupendr patel) કહ્યું હતું કે, ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથીનું પથદર્શન કરતું આવ્યું છે. પીએમ મોદીએ સૌને સમાન હક માટે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું તે સિદ્ધાંતને અનુસરે છે. ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.
UCC લાગુ કરવા કમિટીની રચના
પત્રકાર પરિષદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 45 દિવસમાં કમિટી દ્વારા જે રિપોર્ટ આવશે તેનો રિવ્યુ કરવામાં આવશે. આ રિવ્યુ બાદ સરકાર યોગ્ય નિર્ણય લેશે. કોઈ જ્ઞાતિ-જાતિને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ખાસ કરીને આદિવાસી સમાજને કોઈ નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ કાયદો કોઈ એક સમાજ માટે નથી લાવવામાં આવી રહ્યો, તમામ નાગરિકો માટે સમાન કાયદા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના
ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા માટે એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે. જેમાં રંજના દેસાઈ, સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ (અધ્યક્ષ) છે. 2. વરિષ્ઠ IAS અધિકારી સી.એલ. મીના પણ આ કમિટીના સભ્ય છે. જ્યારે ત્રીજા સભ્ય એડ્વોકેટ આર.સી.કોડેકર છે. જ્યારે ચોથા સભ્ય તરીકે ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેસ ઠાકરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કમિટીના 5માં સભ્ય સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ છે.