Holi 2025: શું તમે જાણો છો બરસાનાની લટ્ઠમાર હોળી વિશે ?

Holi 2025: દર વર્ષે હોળીનો તહેવાર ખુબ ધૂમધામથી ઉજવવામાં આવે છે .હોળીનો તહેવાર ઉત્સાહ સાથે આખા દેશમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એક બીજાને રંગ લગાવે છે . પરંતુ શું આપ જાણો છો બરસાનાની લટ્ઠમાર હોળી વિશે

માત્ર બરસાનામાં હોય છે આ પ્રકારની હોળી

લટ્ઠમાર હોળી ઉત્તરપ્રદેશના રાજ્ય મથુરાની પાસે આવેલ શહેરો નંદગાંવ અને બરસાનામાં રમાય છે .અહીં દર વર્ષે હોળીનો તહેવાર ઉજવવા લોકો વિદેશથી આવે છે .આખા ભારતમાં અહીં જ એક એવી પરંપરા છે, જ્યાં હોળીના દિવસે બરસાનાની મહિલાઓ પુરુષને લાકડીથી મારે છે. અને પુરુષ તેનાથી બચવાના પ્રયત્નો કરે છે .

આ છે પૌરાણિક કથા

પૌરાણિક કથાઓ અનુસાર વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ, રાધા અને અન્ય ગોપીઓ સાથે હોળી રમતા હતા. પછી ભગવાન શ્રીકૃષ્ણ મથુરાથી 42 કિલોમીટર દૂર રાધાજીના જન્મસ્થળ બરસાનામાં આવી હોળી રમતા હતા અને ત્યારથી આ પ્રથા ચાલતી આવી છે .તે વખતે રંગોથી હોળી રમવામાં આવતી હતી અને હવે મહિલાઓ પુરુષો પર લાકડીઓથી મારે છે.

આ પુરુષોને લાકડીઓથી મારે છે મહિલાઓ

આ દિવસે મહિલાઓ અમુક લોકગીત ગાય છે અને આ પુરુષોને લાકડીથી મારે છે .જે તેઓ પર રંગ નાખવા આવે છે .આ દરમ્યાન બધા શ્રી કૃષ્ણ અને રાધાને યાદ કરે છે અને પુરુષ ખુશી ખુશી લાકડીઓ સહન પણ કરે છે .આ ઉત્સવ એક અઠવાડિયા સુધી ચાલે છે અને લોકો આ તહેવારને આનંદ ઉલ્લાસથી ઉજવે છે.

આ છે મહત્વ

માન્યતા અનુસાર દર વર્ષે નંદગામના પુરુષો બરસાના આવે છે અને મહિલાઓ તેઓનું સ્વાગત લાકડીઓ થી કરે છે અને પુરુષો ઢાલથી બચવાના પ્રયત્નો કરે છે .આ આખો ઉત્સવ બરસાનાના રાધારાની મંદિરના વિશાળ પરિસરમાં થાય છે તેને દેશનું એકમાત્રા મંદિર કહેવાય છે જે રાધાજીને સમર્પિત છે.

Scroll to Top