Hiralba Jadeja નો કથિત ઓડિયો ક્લિપ વાયરલ

Hiralba Jadeja

પોરબંદરમાં ફરી એકવાર ચકચાર મચી છે. શહેરમાં ચર્ચાનો વિષય બની રહેલા Hiralba Jadeja નું નામ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. સોશિયલ મિડિયા પર તેમની એક ઓડિયો ક્લિપ વાઇરલ થવાના પગલે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આ ક્લિપના આધારે ફરીયાદ પણ નોંધાઈ ગઈ છે.

વર્ષ 2012માં હરીશ પોસ્તરિયાએ ભૂરા મુંજા પાસેથી રૂ. 75 લાખનો ધંધાકીય લેણદેણ વ્યાજે લીધો હતો. સમય જતાં આ રકમ પર જે રીતે વ્યાજ વસૂલવામાં આવ્યું તેની સામે ગંભીર આક્ષેપો થયા છે. આરોપ મુજબ, માત્ર 75 લાખ સામે અત્યાર સુધીમાં કુલ રૂ. 4 કરોડથી વધુ રકમ વસૂલ થઈ છે. વાઇરલ ઓડિયો ક્લિપમાં Hiralba Jadeja ની અવાજ સમાન વ્યક્તિ એક રીતે ધમકીભર્યા શબ્દોમાં ઉઘરાણી કરતા સાંભળાઈ રહી છે. આ ઓડિયો સામે પોલીસ પણ સજાગ બની છે અને અત્યાર સુધી પોરબંદર તેમજ જૂનાગઢમાં કુલ ત્રણ ફરિયાદો નોંધાઈ ચુકી છે.

 આ પણ વાંચો – Chaitar Vasava: આજે નક્કી થશે, જામીન કે પછી જેલવાસ?

કમલાબાગ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે ઓડિયો ક્લિપની ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે. જો અવાજ Hiralba Jadeja નો સાબિત થાય, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હિરલબા જાડેજાનું નામ અગાઉ પણ કેટલાક વિવાદોમાં આવતું રહ્યું છે. હાલની ઘટનાઓ ફરી એકવાર તેમના વિરુદ્ધ ચિંતાની ઘંટીઓ વગાડે છે. પોલીસ પણ તમામ દિશામાં તપાસ ચલાવી રહી છે – ધંધાકીય લેવડદેવડથી લઈને શક્ય રાજકીય કનેક્શનો સુધી.

Scroll to Top