Hiralba Jadeja: વ્યાજખોરી કેસમાં રિમાન્ડ મંજૂર

વ્યાજખોરીના ગુનાઓ માટે કુખ્યાત બનેલા Hiralba Jadeja સામે પોરબંદરમાં વધુ એક ગંભીર કેસ ખુલ્યો છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદના આધારે કોર્ટ દ્વારા Hiralba Jadeja ના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો – AAP Gujarat: ‘પોલ ખોલ ટીમ’ સત્તાધીશો પર આક્રમક

પોલીસ જણાવે છે કે હિરલબા દ્વારા માત્ર ₹95 લાખની મુદલ આપીને ₹4 કરોડથી વધુ રકમ વસૂલવામાં આવી હતી, જેને કારણે ફરિયાદી ઉપર માનસિક અને આર્થિક દબાણ ઊભું થયું હતું. આ મામલામાં પોલીસે ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી શરૂ કરી છે. પોરબંદર પોલીસે ગઈકાલે હિરલબાને જૂનાગઢ જેલમાંથી કસ્ટડીમાં લઇ પોલીસે તપાસના ચક્ર ગતિશીલ કર્યા છે.

Scroll to Top