Hiralba Jadeja: સાયબર ફ્રોડ ગેંગના માસ્ટરમાઈન્ડ!

Hiralba Jadeja

Kutiyana ના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પત્ની Hiralba Jadeja ની મુશ્કેલીમાં વધારો થયો છે. હિરલબા જાડેજા અત્યારે જેલમાં બંધ હતા. હવે આ સમગ્ર ઘટનામાં એક નવો વળાંક સામે આવ્યો છે. Hiralba Jadeja અપહરણ અને ખંડણી કેસ મામલે પોરબંદર જિલ્લા પોલીસે એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. Cyber Crime પોલીસ સ્ટેશનમાં બેન્કના એકાઉન્ટની તપાસ ચાલતી હતી. કેટલીક તપાસ દરમિયાન 14 બેન્ક એકાઉન્ટની માહિતી મળેલી હતી. જેમાં સાયબર ક્રાઈમની તપાસમાં 14 માંથી 5 એકાઉન્ટમાં સાયબર ક્રાઈમના પૈસા કર્ણાટક, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી પોરબંદરમાં Kotak Mahindra Bank ના એકાઉન્ટમાં જમા થયા હતા. હવે આ સમગ્ર મામલે હિરલબા જાડેજા અને તેમના 5 સાગરિતો વિરૂદ્ધ સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હાલ તો હિરલબા Digital Arrest ગેંગ ચલાવતા હોવાનું બહાર આવતા મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. મળતી માહિતી અનુસાર, 14 એકાઉન્ટ એકજ વ્યક્તિ હિરલબા જાડેજા એ ખોલાવ્યા હતા. ખાસ વાત તો એ છે કે બધા બેન્ક એકાઉન્ટમાં સરનામું સૂરજ પેલેસનું જ હતું. આ એકાઉન્ટ સૂરજ પેલેસ ખાતે બેન્ક મેનેજરે રૂબરૂ જઇને ખોલેલા હતા. બેન્કમાંથી મળતી કીટ હિરલબા અને તેમના માણસો લઈ લેતા હતા. તમામ આરોપીઓ પર 14 ખાતા ખોલીને સાયબર ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ લાગ્યો છે. છેતરપિંડીના લગભગ 4 કરોડ રૂપિયા સગેવગે કરવાનો આરોપ લાગતા કેસ વધુ ગૂંચવાયો છે.

આ પણ વાંચો – Jayesh Radadiya: જીલ્લા બેન્કની ચૂંટણી પહેલા હલચલ શરૂ


આ પણ વાંચો – Gondal માં પોલીસ કોઈ ના ઈશારે કામ કરે છે ? જિગીષા પટેલ અને રાજભા આવ્યા સામસામે

ભારતના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ફ્રોડ થયા હતા. જેમાં 7 અરજી મળેલી હતી અને જેની કુલ રકમ 35.70 લાખ હિરલબા અને એના સાગરીતો અલગ અલગ ATM માંથી ઉપાડી લેતા હતા. જેના નામના એકાઉન્ટ છે તેમના મૂળ ખાતેદારને તો પૈસા મળ્યા જ નથી. કેટલીક બેંકોમાં Cyber Fraud ગેંગના સાગરીતો બેન્કમાં ખાતેદારો સાથે જઇ રહ્યા હોય તેવા પણ CCTV ફૂટેજ પણ મળી આવ્યા છે. હિરલબા જાડેજા અને તેમના સાગરીતોના મોબાઈલ પર અનેક વ્યવહારો થયાનું સામે આવ્યું છે.  હિરલબા જાડેજા લોકોને મદદ કરવાના બહાને લોકોના બેન્કમાં ખાતા ખોલાવતા. ત્યારબાદ બેન્કમાંથી મળતી કીટ પોતે રાખી લેતા અને ખાતેદારને મંડળી બનાવવાનું બહાનું બતાવતા અને સામાન્ય સહાય કરી આપતા હતા. હાલ તો પોલીસ હિરલબા અને તેના સાગરીતોના દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલા સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા લોકોની તપાસ કરી રહી છે. હજુ રિમાન્ડ દરમિયાન અનેકો મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે.

 

 

 

 

 

Scroll to Top