Hiralba Jadeja: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Hiralba Jadeja

પોરબંદરની કુખ્યાત ગુનેગાર Hiralba Jadeja ને અમદાવાદ સાયબર ક્રાઇમે વધુ એક નવો કેસ દાખલ કરી ધરપકડ કરી છે. Hiralba Jadeja સાથે તેના સાગરીત સચિન મહેતા (મુંબઈ) ની પણ ધરપકડ કરવામાં આવી છે. બંનેને હાલ ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, હિરલબા જાડેજા અને તેની ગેંગએ મોતીલાલ ઓસ્વાલ કંપનીના નામે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ચલાવતી ગેંગ તરીકે લોકો સાથે છેતરપિંડી કરી હતી. આ ગેંગે વોટ્સએપ ગ્રુપ અને ફોન કોલ્સ મારફતે લોકોને શેરમાર્કેટમાં ઉંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું.

તપાસ મુજબ, આ ઠગાઈમાં ફરિયાદી પાસેથી કુલ ₹31.59 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસને તપાસ દરમ્યાન આરોપીના બેંક ખાતામાં ₹50,000 અને ₹3.25 લાખની ટ્રાન્ઝેક્શન મળી આવી છે. હિરલબા જાડેજા અને સચિન મહેતાનો કબ્જો જૂનાગઢ જેલમાંથી મેળવવામાં આવ્યો, જ્યાં તેઓ અન્ય ગુનાઓમાં સજા ભોગવી રહ્યા હતા. સાયબર ક્રાઇમ ટીમે બંનેને કોર્ટમાં હજૂર કરી ત્રણ દિવસનો રિમાન્ડ મેળવ્યો છે, જેથી વધુ ખુલાસા થવાની સંભાવના છે.

આ પણ વાંચો – Delhi Blast બાદ રાજ્યભરમાં સુરક્ષામાં કરાયો વધારો


 

 

Scroll to Top