Amreli: અમરેલી જિલ્લામાં ભાજપનું ઓપરેશન જાફરાબાદ સફળ થયું છે. અમરેલીની જાફરાબાદ પાલિકામાં ભાજપનું શાસન આવશે. જાફરાબાદ પાલિકાની ચૂંટણી પહેલા 16 ઉમેદવાર બિનહરિફ થયા છે. ધારાસભ્ય હીરા સોલંકીએ ઓપરેશન જાફરાબાદ પાર પાડ્યું હતું. 28 બેઠક પૈકી ભાજપના 16 ઉમેદવાર બિનહરિફ જાહેર થયા છે. બિનહરિફ ઉમેદવારોએ ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચી ઉજવણી કરી હતી. ઢોલ-નગારા અને મોંઢા મીઠા કરાવી ભાજપે ખુશી વ્યકત કરી છે. ગત ટર્મમાં આખી જાફરાબાદ પાલિકા બિનહરિફ થઈ હતી.
હાલોલમાં 20 ઉમેદવારો બિન હરીફ
પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકામાં ભાજપે સત્તા કબજે કરી છે. ચૂંટણી પહેલા જ આ નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી છે. હાલોલ નગરપાલિકાના કુલ 9 વોર્ડના 36 બેઠકોમાંથી 20 બેઠકો બિન હરીફ થઈ જતા ભાજપે ચૂંટણી પહેલા જ હાલોલ પાલિકા કબજે કરી છે. હાલોલ નગરપાલિકાના અલગ-અલગ વોર્ડમાં થઈને કુલ 20 ઉમેદવારો બિન હરીફ જાહેર થયા છે. પાલિકાના વોર્ડ નંબર 2, 3 અને 5 સંપૂર્ણ બિન હરીફ થયા હતા.
68 નગકપાલિકામાં 196 બેઠકો પર BJP બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકામાં કુલ ૧૯૬ નગરપાલિકાની બેઠકો ચૂંટણી પહેલા વિજય મેળવ્યો છે.જેમાં ભચાઉ નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર બિનહરીફ થતાં ભચાઉ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો છે. તેમજ જુનાગઢ મહાનગરપાલિકાની ૯ બેઠકો અને તાલુકા પંચાયત તેમજ પેટા ચૂંટણીની ૧૦ બેઠકો એમ કુલ મળીને ૨૧૫ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય થયો હતો.