થોડા દિવસથી દાહોદ, નર્મદા, છોટા ઉદેપુરને આજુબાજુનો વિસ્તાર અત્યારે રાજકારણને લઈ ખૂબ ચર્ચામાં છે. એક બાજુ છે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષ થયા સત્તામાં છે. તેમ છતાય આ વિસ્તારનો વિકાસ કેમ નથી થતો કેમ કે આવા કૌભાંડો થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના કૌભાંડમાં પોલીસે ધડપકડ કરી છે. તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા આ મામલે કાર્યવાહી કરવા કે બોલવા માટે તૈયાર નથી. આ કાર્યવાહી કરી તો માત્ર સચિવાલયમાં આવવાની મનાઈ કરી દેવામાં આવી.
ગુજરાતની જનતા વારંવાર પૂછે છે પણ હવે માત્ર આ ભારતીય જનતા પાર્ટીની વાત નથી પણ સાથે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા Hira Jotva પણ આમાં સામેલ છે. આ સમગ્ર કૌભાંડના માસ્ટરમાઈન્ડ હોય તેવા આક્ષેપો પણ હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જ્યારથી લગાવ્યા ત્યારથી તેમની પણ ધરપકડ થઈ ચૂકી છે.
આ પણ વાંચો – Weather Update: આજે મેઘરાજા બોલાવશે ધબધબાટી
આ મુદ્દે Shaktisinh Gohil એ કહી દીધું કે કડક પુરાવા હોય ને કદાચ સાબિત થાય આરોપ તો પછી તેમની ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ થવી જોઈએ. પણ ભારતીય જનતા પાર્ટીના ચાલુ મંત્રી ઉપર વધારે આક્ષેપો અને સવાલો એટલા માટે થઈ રહ્યા છે કેમ કે 30 વર્ષથી તમે શાસનમાં છો વિકાસની વાતો કરી રહ્યા છો અને વિકાસ વચ્ચે તમારા જ મંત્રીઓ આવા મોટા કૌભાંડ કરી રહ્યા છે. તેમ છતાંય તમે એક્શન કે કાર્યવાહી કેમ નથી કરતા આ સવાલ એ માત્ર શક્તિસિંહ ગોહિલ કે વિરોધ પાર્ટીના નેતાઓનો નથી પણ પૂરી ગુજરાતની જનતાનો સવાલ છે.