બે ત્રણ દિવસ પહેલા જ્યારે આ MNREGA Scam માં કોંગ્રેસના દિગ્ગજ નેતા Hira Jotva નું જ્યારે નામ ચર્ચામાં આવ્યું. ત્યારે ભરૂચ પોલીસ વહેલી સવારે જ્યારે ગીરસોમનાથ પહોંચે છે અને સૌથી પહેલા Hira Jotva ની અટકાયાત કરે છે. અને બાદમાં બીજા દિવસે જ્યારે ગીર સોમનાથમાં પૂછપરછ ચાલી રહી હોય છે. ત્યારે તેમના દીકરા દિગ્વિજય જોટવાની પોલીસ અટકાયત કરે છે. એટલે હવે મામલો ગરમાયો છે અને મામલો ગરમાતા હવે રાજકારણની સાથે સાથે સમાજકારણ પણ આમાં ભળ્યું છે.
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava એક બાજુ MNREGA Scam માં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ લગાડી રહ્યા છે કોંગ્રેસના હીરા જોટવા પર, તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના જ નેતા કરશન બાપુ ભાદરકાએ સમાજને સંદેશો આપતા હીરા જોટવાના સમર્થનમાં આવી ગયા છે. શું કહ્યું કરશન બાપુ ભાદરકાએ તે પણ સાંભળીએ
આ પણ વાંચો – Congress: ખાલી ખુરશી માટે નેતાઓની દિલ્લીમાં દોડધામ