પોલીસના ચેકીંગના દાવા પોકળ સાબિત થયા
અમદાવાદ પોલીસ રાત્રી ચેકીંગના દાવાઓ કરે છે પણ આવા વિડિઓ સામે આવે ત્યારે બધા જ દાવા પોકળ સાબિત થઇ જાય છે ઇસ્કોન પોલીસ ચોકી નજીક જ નબીરાઓ દારૂ પીને મ્યુઝિકના તાલે ઝૂમી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. પોલીસે વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ કરી લીધી છે. તેમાંથી એકની અટકાયત કરી છે. જ્યારે અન્ય નબીરાઓને ઝડપવા પોલીસ કામગીરીએ લાગી છે
પોલીસ ચેકિંગના દાવા પોકળ સાબિત થયા
શહેરના સિંધુભવન અને એસ.જી હાઈવે પોલીસ દ્વારા રાતભર ચેકિંગ કરાતું હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ એસજી હાઇવે પરના જ ઇસ્કોન પાસેની દારૂની મહેફિલ માણી રહેલા નબીરાઓના વીડિયોએ પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉઠાવ્યા છે.
એક આરોપીની અટકાયત પોલીસે કરી
આ અંગે સેક્ટર-1 JCP નીરજ બડગુજરે જણાવ્યું કે, વીડિયો સામે આવતા પોલીસ દ્વારા વીડિયોમાં દેખાતા શખ્સોની તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે ગુનો નોંધીને તમામની ધરપકડ કરવામાં આવશે.