– 28મી નવેમ્બરે રાંચીમાં શપથ ગ્રહણ
– ઈન્ડિયા ગઠબંધનને 56 બેઠક મળી
– ભાજપને માત્ર 24 બેઠક મળી
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનને મોટી જીત મળી છે. આ ચૂંટણીમાં JMMને સૌથી વધુ બેઠક મળી હતી. આ જીતનો મુખ્ય ચેહરો હેંમત સોરેન રહ્યા હતા. ઝારખંડમાં આ બમ્પર જીત બાદ હેમંત સોરેન સીએમ બનશે. 28મી નવેમ્બરે રાંચીમાં શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાવાનો છે. જેમા હેમંત સોરેને સીએમ પદ પરના શપથ ગ્રહણ કરશે. વિધાનસભામાં 81 બેઠકોમાંથી JMM સાથે ગઠબંધનને 56 બેઠક મળી છે.
28 નવેમ્બરે નવી સરકારનો શપથ ગ્રહણ યોજાશે
ઝારખંડના પૂર્વ સીએમ અને JMM ના કાર્યકરી પ્રમુખ હેમંત સોરેને X પર માહિતી આપતા કહ્યુ કે, 28 નવેમ્બરે નવી સરકારનો શપથ ગ્રહણ યોજાશે. ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો મળીને સરકારની રચના ચાલુ કરી દિધી છે. રાજ્યપાલ સમક્ષ સરકારની રચના કરવાનો દાવો રજૂ કર્યો છે. મેં મારૂ રાજીનામુ આપી દિધુ છે.
JMM leader Hemant Soren to take oath as Jharkhand CM on November 28
Read @ANI Story | https://t.co/fnld0AYLPx#HemantSoren #JharkhandElection2024 #oath #JMM pic.twitter.com/nvekMscft4
— ANI Digital (@ani_digital) November 24, 2024
ઈન્ડિયા ગઠબંધનને 56 બેઠક મળી
ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધનની શાનદાર જીત થઈ હતી. જ્યારે ભાજપની કરારી હાર થઈ હતી.તેમને માત્ર 24 બેઠક મળી હતી. હેમંત સોરેને ઝારખંડના તમામ લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે લોકોનો અપાર પ્રેમ, સ્નેહના કારણે પ્રદેશમાં JMMને મોટી જીત થઈ છે. આ ઉપરાંત ક્રર્યકરોએ રોડ રસ્તા પર પોસ્ટર લગાવવામાં આવ્યો હતા. પોસ્ટરમાં લખવામાં આવ્યું કે સબકે દિલો પે છા ગયા, શેરદિલ સોરેન ફીર આ ગયા. સોરેન ઝારખંડના પહેલા મુખ્યમંત્રી હશે જે સતત બીજી ચૂંટણી જીત્યા બાદ મુખ્યમંત્રી પદ સંભાળશે.
28મી નવેમ્બરે રાંચીમાં શપથ ગ્રહણ
JMMની ભવ્ય જીત બાદ કોંગ્રેસના વરીષ્ઠનેતા સોરેનને મળ્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાજેશ ઠાકુરે કહ્યું જ્યારે અમારી સરકાર સંકટમાં હતી ત્યારે અમે કહ્યું હતું કે અમે પૂરા વિશ્વાસ સાથે સરકાર બનાવીશું. અમે ફરી એકવાર સંપૂર્ણ વિશ્વાસ સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.