ઝારખંડમાં હેમંત સોરેને 14મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ સંતોષ ગંગવારે રાંચીના મોરહાબાદી મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. હેમંત સોરેને ચોથી વખત રાજ્યની કમાન સંભાળી છે. JMMના રાષ્ટ્રીય અધ્યક્ષ શિબુ સોરેન, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, બંગાળના સીએમ મમતા બેનર્જી, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર, પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવ અને ઈન્ડિયા બ્લોકના અન્ય નેતાઓએ તેમના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
2019માં હેમંતે 3 મંત્રીએ શપથ લીધા હતા
શપથ ગ્રહણ સમારોહ પહેલા હેમંત સોરેન જેએમએમના રાષ્ટ્રીય અધ્યક્ષ શિબુ સોરેનના ઘરે પહોંચ્યા હતા. અહીં તેણે માતા-પિતાના આશીર્વાદ લીધા હતા. આવનારા દિવસોમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. રાજ્યમાં ગઠબંધનની સરકાર બની હોવા છતાં હેમંત એકલા શપથ લેતાં રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. 2019માં હેમંતે 3 મંત્રીઓ સાથે શપથ લીધા હતા. ત્યારે તેમની સાથે કોંગ્રેસના કોટામાંથી બે મંત્રીઓએ શપથ લીધા હતા.
ઈન્ડિયા ગઠબંધનને 56 બેઠક મળી
ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધનની શાનદાર જીત થઈ હતી. જ્યારે ભાજપની કરારી હાર થઈ હતી.તેમને માત્ર 24 બેઠક મળી હતી. હેમંત સોરેને ઝારખંડના તમામ લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે લોકોનો અપાર પ્રેમ, સ્નેહના કારણે પ્રદેશમાં JMMને મોટી જીત થઈ છે. આ ઉપરાંત ક્રર્યકરોએ રોડ રસ્તા પર પોસ્ટર લગાવવામાં આવ્યો હતા. પોસ્ટરમાં લખવામાં આવ્યું કે સબકે દિલો પે છા ગયા, શેરદિલ સોરેન ફીર આ ગયા. સોરેન ઝારખંડના પહેલા મુખ્યમંત્રી હશે જે સતત બીજી ચૂંટણી જીત્યા બાદ મુખ્યમંત્રી પદ સંભાળશે.