હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યના 17 જીલ્લામાં ભારેથી અતીભારે વરસશે વરસાદ

રાજ્યના 33 પૈકી 17 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં નુકસાનીના વરસાદની આગાહી

સૌરાષ્ટ્રના 8 જિલ્લાના અમુક સ્થળ પર આજે પણ નુકસાનીના વરસાદની આગાહી છે… દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં હળવો વરસાદ વરસી શકે છે. તો અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુરમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે નુકસાનીના વરસાદની શક્યતા છે.

આ સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 142.76 ટકા વરસાદ

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે હળવો વરસાદ વરસી શકે છે. તો પ્રવાસન સ્થળ દીવના છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.આ સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 142.76 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ કચ્છમાં સિઝનનો ખાબક્યો છે 188.35 ટકા વરસાદ, તો સૌરાષ્ટ્રમાં વરસ્યો 156.70 ટકા વરસાદ વરસ્યો છેદક્ષિણ ગુજરાતમાં આ સિઝનનો ખાબક્યો 148 ટકા વરસાદ.. તો મધ્ય ગુજરાતમાં આ સિઝનનો 134.91 ટકા અને ઉત્તર ગુજરાતમાં આ સિઝનનો 115.89 ટકા વરસાદ વરસ્યો છે.

તો બીજી તરફ પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને ‘દાના’ નામ આપવામાં આવ્યું છે. મંગળવારે સવાર સુધીમાં તે ડીપ પ્રેશર એરિયામાં અને બુધવારે ચક્રવાતમાં ફેરવાઈ જશે. ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થઈને તે 24 ઓક્ટોબરની સવારે બંગાળની ઉત્તર ખાડી સુધી પહોંચશે.

Scroll to Top