Vijaybhai Rupani ના આ મિત્રના શબ્દો સાંભળી તમારી આંખમાં પણ આવી જશે આંસુ
વિજય રૂપાણીને રાજ્યની જનતા હંમેશા સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે યાદ કરશે. પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાની દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા. આમ તો, તેઓ 2 દિવસ પહેલા જ લંડન જવાના હતા પરંતુ પંજાબના પ્રભારી હોવાના કારણે પ્રચારમાં ગયા અને સોમવારે લંડન જવા નીકળ્યા હતા. પરંતુ ટેકઓફની 2 જ મીનિટમાં દુર્ઘટના ઘટી હતી.
ત્યારે વિજય રૂપાણીના સગા અને મિત્રો પણ શોકમાં છે. તેઓ વિજય રૂપાણી સાથેની યાદો વગોળતાં કહ્યું કે મારે કાલે સવારે 11:27 મિનિટે વિજયભાઈ સાથે વાત થઈ હતી, રવિવારે અમારો કેમ્પ છે પૂજીત રૂપાણી ટ્રસ્ટમાં એના અનુસંધાને. તો તરત જ મને પણ ધ્રાસકો પડ્યો અને એમ ઈચ્છા હતી કે વિજયભાઈને એ બધા બચી ગયા હોય તો સારું, અથવા ફ્લાઈટ મિસ થઈ ગઈ હોય તો સારું, અથવા આ ફ્લાઈટમાં ન હોય તો સારું.
પણ જ્યારે સમાચાર મળ્યા ત્યારે ખૂબ આઘાત લાગ્યો અને એમ થયું કે ભાઈ એક ખૂબ ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિ, ખૂબ સારી વ્યક્તિ, ખૂબ સેવાભાવી વ્યક્તિ, રાજકીય રીતે પણ એમને ખૂબ કામ કર્યું, સામાજિક રીતે પણ બહુ કામ કર્યું, સમાજને પણ મોટી ખોટ પડી છે. રાજકીય રીતે પણ એક બહુ મોટી ખોટ પડી છે. એટલે ખૂબ ઊંડા દુઃખની લાગણી અમને થાય એ સ્વાભાવિક છે.
બીજું વિજયભાઈ સાથે પારિવારિક નાતો હતો, હું તમને રાજકીય વાત કરું એના કરતાં પણ સામાજિક વાત કરું કે વિજયભાઈનું પૂજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ છે એમાં આખો દિવસ ગરીબ માણસોનો જ વિચાર કરતા હોય. અમે ઘણી વાર કહીયે કે વિજયભાઈ આ પૈસામાં આ ટેસ્ટ આપણને નથી પોસાતો. તો તરત જ એમ કે કે વધુમાં વધુ લોકોને લાભ મળે એવું કાઈક કરો પૈસા નથી વધારવા.
આ પણ વાંચો- Ahmedabad plane crash ની ઘટના ની Visavadar ની ચૂંટણી પર શું અસર થશે?