Helth : તમારા ઘરમાં આ છોડ ઉગાડી જુઓ પછી સારી તબિયત, સારી ઊંઘ અને સકારાત્મક અસર જોવા મળશે

Lifestyle News : તમે હાલમાં જ નવા ઘરમાં રહેવા માટે ગયા અને ઘરમાં તમને એવું લાગી રહ્યું છે કે નેગેટિવ અસર છે અને કઈ ખાસ શરીર પણ સાથ નથી આપતું અને ઊંઘ પણ વ્યવસ્થિત થઇ આવતી તો જીવનના આ નાના નાના કલેહને દૂર કરવા માટે તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી માટે બસ આ અલગ અલગ છોડ ઘરમાં ઉગાડતા જ શાંતિની અનુભૂતિ પણ થશે.

ઘરમાં સકારાત્મક એનર્જી માટે તુલસીનો છોડ ઉગાડવો જોઈએ
તમારા ઘરમાં નેગેટિવ એનર્જી ખુબ વધી રહી હોવાની જો તમને શંકા જાય છે તો તમારે ઘરના ઉત્તર ખૂણે અથવાતો પૂર્વ દિશામાં એક તુલસીનો છોડ ઉગાડવો જોઈએ. તુલસીના છોડને પવિત્રતા અને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. તુલસીનો છોડએ ઘરમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરે છે અને ઘરમાં માનસિક શાંતિની અનુભૂતિ પણ થાય છે. આપણા પુરાણોમાં પણ લખાયેલું છે તુલસીના છોડને રોજ સવારે જળ ચડાવું જોઈએ અને તેની પૂજા પણ કરવી જોઈએ.

મોડી રાત સુધી ઊંઘ ના આવવી અને તણાવમાં રહો છો તો આ છોડ ઉગાડો
નોકરી અથવા ધંધો કરતા હોય અને મોડે રાત્રે ઘરે જાઓ ત્યારે લગભગ લોકોની એક સમસ્યા હોય છે કે રાત્રે 1 અથવા 2 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી અને શરીરમાં માનસિક તણાવ છે. તો તમારે તમારા બેડ રૂમમાં એક સ્નેક પ્લાન્ટ લગાવી શકો છો. વસ્તુશાસ્ત્ર પ્રમાણે સ્નેક પ્લાન્ટ ઘરમાંથી તણાવ અને થાક દૂર કરે છે સાથે રાત્રે ઓક્સિજન છોડે છે અને ઊંઘ સારી આવે છે. અને બેડરૂમમાં આવા પ્લાન્ટ લગાવવાથી શોભા પણ વધશે.

તમારી સમૃદ્ધિ અને શોભા વધારવી હોય તો આ છોડ ફાયદો અપાવશે
તમારી ઉપર દેણું છે ઘરમાં ધન ટકતું નથી અને સુખ શાંતિ ઘરમાં નથી રહેતી તો ઘરના એક ખૂણામાં પાણીમાં રાખીને ઉગી શકે તેવો એક છોડ ઉગાડવો જોઈએ. મની પ્લાન્ટ એક એવો છોડ છે જે ઘરમાં ઘન, સુખ: શાંતિ અને સદ્ભાગ્ય વધારવા માટે તમે લગાવી શકો છો. વસ્તુશાસ્ત્ર પ્રમાણે મની પ્લાન્ટ ઉત્તર પૂર્વ દિશામાં લગાવવાથી આ છોડ હાનિકારક વાયુઓને શોષીને વાતાવરણને તાજું રાખે છે. જેથી ઘરમાં શાંતિ સ્થાપિત થાય છે અને સમૃદ્ધિ પણ વધુ મળે છે.

Scroll to Top