હરિયાણાના પંચકુલામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ટીબી માટે રાષ્ટ્રીય ટીબી નાબૂદી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ અભિયાન અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે ટીબી સામેની અમારી લડાઈને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. આ માટે અમે એવા જિલ્લાઓ પર વધુ ધ્યાન આપીને કામ કરીશું જ્યાં આ સંબંધિત કેસોની સંખ્યા વધુ છે.
રાષ્ટ્રીય ટીબી નાબૂદી ઝુંબેશ શરૂ કરવામાં આવી
નડ્ડાએ કહ્યું કે 100 દિવસ સુધી ચલાવવામાં આવી રહેલું આ અભિયાન આજથી શરૂ થઈ રહ્યું છે. ભારત ટીબી જેવા રોગો સામે બહુપરીમાણીય રીતે લડી રહ્યું છે. ટીબીને દૂર કરવામાં બધાનું યોગદાન આપીએ. આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે આ ટીબી મુક્ત અભિયાનમાં 2024 સૌથી મહત્વપૂર્ણ વર્ષ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ટીબીનો અંત લાવો. આરોગ્ય વિભાગે પુરી જોરશોરથી આ લડાઈ લડી હતી.
ટીબી મુક્ત અભિયાનમાં 2024 સૌથી મહત્વપૂર્ણ વર્ષ
જેપી નડ્ડાએ કહ્યું કે ભારતે કોરોનાની લડાઈમાં જોરદાર સફળતા મળી હતી. કોરોનાને કારણે 2025 સુધીમાં ટીબીને સંપૂર્ણ રીતે નાથવામાં થોડો વિલંબ થઈ શકે છે. પરંતુ દેશને ટીબી મુક્ત બનાવવા માટે ચોક્કસ લડત આપીશું. તેમણે કહ્યું કે તેઓ આ ધ્યેય હાંસલ કરવા માટે કોઈ કસર છોડશે નહીં. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પૂર્ણ થાય તે પહેલા આ લક્ષ્ય હાંસલ કરશુ. સીએમ સૈનીએ કહ્યું છે કે સરકાર આ વ્યૂહરચના પર કામ કરશે. હરિયાણામાં ટીબીનો કોઈ દર્દી પાછળ ન રહે. ટીબીના દર્દીઓને ટ્રેક કરવા માટે તેમનો ડેટા પોર્ટલ પર અપલોડ કરવામાં આવી રહ્યો છે. તેના દ્વારા દર્દીઓને પણ માહિતી આપવામાં આવશે.