ગુજરાતમાં સતત કાયદાનો ભંગ થઈ રહ્યો છે. આ કાયદા વ્યવસ્થાનું પાલન કરવા માટે રાજ્યની પોલીસ સતત કામ કરી રહ્યા છે. હવે કાયદા તોડનારાની ખેર નહીં. રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અસમાજીક તત્વોને ચેતવણી આપી હતી. રાજ્યની જનતાને હેરાન કરતા અસામજીત તત્વોનો હવે વરઘોડો નીકળશે. આ ઉપરાંત જામનગરમાં હુસેન શેખ નામના બળાત્કાર અને ડ્રગ્સના આરોપીના ઊભા થયેલા દબાણ તોડી પાડવા બદલ પોલીસને અભિનંદન આપ્યા છે.
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સંઘવીનું નિવેદન
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ગાંધીનગર ટાઉનહોલ ખાતે છેલ્લા એક મહિનામાં ગાંધીનગર આસપાસ આવેલા દહેગામ તથા કલોલ કડી જેવા વિસ્તારમાંથી ચોરી તથા અન્ય ફરિયાદો બાદ રિકવર થયેલા મુદ્દા માલને મૂળ માલિકો સુધી પાછુ આપવામાં આવ્યું હતુ.
નાગરિકને હેરાન કરનારનો વરઘોડા નીકળશે
તેરા તુજકો અર્પણમાં આશરે કુલ 5 કરોડના મૂદ્દા માલ જપ્ત થયો હતો. પોલીસને મળેલા માલને તેના મૂળ માલિકને શોધીને આપવામાં આવ્યો જે બદલ રાજ્યના ગૃહ મંત્રીએ ગાંધીનગર પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. આ સભામાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને વધુ એક વખત ચેતવણી આપી હતી. તેમણે વધુમાં કહ્યું કે પોલીસ જોડે પનારો પડ્યો તો ચાલવામાં તકલીફ થશે સાથે કોઈપણ ટપોરી સામાન્ય નાગરિકને હેરાન કરનારનો વરઘોડા નીકળશે.
જામનગરમાં દબાણ કરનાર પોલીસનો આભાર માન્યો
જામનગરના ગ્રામ્ય વિસ્તારના મોટા થાવરીયા ગામે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. આ ગામમાં હુશેન ગુલમામદ શેખ નામનો આરોપી ગેરકાયદેસર રીતે 11 વીઘા ગૌચર જમીન પર દબાણ હટાવાયું હતું. આ ઉપરાંત અશદ ફાર્મ હાઉસ અને બાકી જમીન પરનું તાર ફેનસિંગ પણ તોડી નાખ્યું હતું. આરોપી હુશેન શેખ સામે જામનગર સીટી પોલીસ સ્ટેશનમાં સામુહિક બળાત્કારનો ગુનો પણ નોંધાયેલો છે. NDPS બળાત્કાર, આર્મ્સ એક્ટ અને પ્રોહીબિશન એક્ટ હેઠળના પણ ગુનાઓ તેની ભૂળકાળમાં નોંધાયેલા છે. જ્યારે આ આરોપી વિવિધ 7 જેટલા ગંભીર ગુનાનો ગુનેગાર પણ રહેલો છે.