Harsh Sanghvi: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળી ધમકી,પોલીસ તંત્ર એલર્ટ

Harsh Sanghvi: રાજ્યમાં અવૈધ બાંધકામને દૂર કરવા માટે સરકાર સતત એક્શનમા જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં જે પણ જગ્યાએ સરકારી જમીન પચાવી પાડી હોય ત્યા દાદાનું બૂલડૉઝર ફરી વળે છે. ત્યારે હવે બેટ દ્વારકાના વિવિધ વિસ્તારમાં મેગા ડિમૉલિશનની કામગીરી થઈ હતી.જેમાં વિવિધ ગેરકાયદે 76 જેટલા મકાનોને તોડી પાડ્યા હતા.જ્યારે 6 કરોડથી પણ વધુની જમીનને ખુલ્લી કરી હતી. આ સમગ્ર વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ ખડેપગે હાજર હતી.આ સમગ્ર ઘટનાને લઈ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પર અમુક લોકોએ સોશિયલ મીડિયા પર ધમકી આપી હતી.

બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ

બેટ દ્વારકામાં ગઈ કાલે ડિમૉલિશનની કામગીરી કરવામાં આવી હતી.આ ઘટના બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ને આજે સોશ્યલ મીડિયા પર ગેસ્ટ ફ્રૉમ માર્સ નામના એક્સ હેન્ડલ પરથી વારંવાર 7 વખત ટ્વીટ કરવામાં આવ્યા હતા. આ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ‘બેટ દ્વારકામાં જે થયું છે તેને યાદ રાખીશું”, બીજા એક ટ્વીટ પર લખ્યું બાલાપુરના લોકો માટે કડકડતી ઠંડી, ખોરાક નથી, આશ્રય નથી,પ્રાણીઓ પીડાઈ રહ્યા છે, લોકોને મુશ્કેલી પડી રહી છે. પરંતુ અમારી મુશ્કેલી કોઈપણ મીડિયા પર બતાવી રહ્યા નથી. આ ઉપરાંત અન્ય ટ્વિટમાં લખ્યું કે, ફક્ત ઘરની બહાર એક કાળો ક્રૉસ અને પછી તોડી પાડવામાં આવ્યા છે.

એક્સ હેન્ડલ પરથી વારંવાર 7 વખત ટ્વીટ કર્યા

આ સમગ્ર ટ્વિટની કેટલાક પોસ્ટમાં AIMIMના ઓવૈસીને પણ ટેગ કરવામાં આવ્યા હતા. જ્યારે આ ટ્વીટ વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે. આ તમામ એક્સ હેન્ડલની તપાસ કરવામાં આવી રહી છે.જે પણ આરોપી હશે તેને છોડવામાં નહીં આવે. પરંતુ આ પ્રકારના ટ્વીટ વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ગૃહમંત્રીને ધ્યાને રખાશે તેવા ટ્વીટ થતા સામાન્ય માણસને પણ ભય સતાવી રહ્યો છે.

 

 

Scroll to Top