Harsh Sanghavi એ Gopal Italia ના આરોપો સામે સણસણતો જવાબ આપ્યો

Harsh Sanghavi
Harsh Sanghavi એ Gopal Italia ના આરોપો સામે સણસણતો જવાબ આપ્યો


વિસાવદરની અંદર ખરાખરીનો જંગ જામ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂંટણી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. KIRIT PATELના સમર્થનની અંદર હવે સોશિયલ મીડિયાના માધ્યમથી વિસાવદરના લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈ જગ્યાએ કિરીટ પટેલના સમર્થનની અંદર છંદ અને દુહાની લલકાર થઈ રહી છે, તો કોઈ જગ્યાએ કિરીટ પટેલના સમર્થનની અંદર મોટાપાયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સમર્થનની અંદર બેઠકો ચાલી રહી છે.

જો કે આ તમામની વચ્ચે કિરીટ પટેલને જીતાડવા માટે અને વિસાવદર ફતેહ કરવા માટે રાજ્યના ગૃહમંત્રી Harsh Sanghaviએ વિસાવદરની અંદર ધામા નાખ્યા છે. આજે વહેલી સવારે જ રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીએ વિસાવદર પહોંચી અને વિસાવદરના માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકની અંદર વિસાવદર અને વિસાવદરની આસપાસના વિસ્તારના ગામોના સરપંચો પણ ઉપસ્થિત હતા.

રાજ્યના ગૃહમંત્રીએ મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું હતું કે “વિસાવદર પેટા ચૂંટણીને લઈને આજે વિસાવદર મતક્ષેત્રના અનેક ગામોના નગરજનોને ખાસ કરીને સરપંચો પૂર્વ સરપંચો ગામના આગેવાનો યુવાનો મહિલાઓ આ બધા જ લોકોમાં જે ઉત્સાહ નજરે પડી રહ્યો છે. લોકોમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, જિલ્લા પંચાયત અને વિસાવદરમાં આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના ચૂટાયેલા પ્રતિનિધિ કિરીટભાઈ પટેલ ને એક મત આપીને વિજય બનાવીને આ વિસ્તારમાં વધુમાં વધુમાં વધુ વિકાસના કામો કઈ રીતે થઈ શકે તે દિશામાં લોકોનો ઉત્સાહ ખૂબ નજરે પડી રહ્યો છે. અને મને વિશ્વાસ છે કે લોકો આ વિસ્તારના હિતમાં કિરીટભાઈ પટેલને એક યુવા નેતૃત્વને આ વિસ્તારમાંથી જીતાડીને રાજ્યમાં વધુમાં વધુ વિકાસ આ વિસ્તાર સુધી પહોંચી શકે તે દિશામાં આગળ વધ્યા છે.”

આ પણ વાંચો- Gondal માં નવાજૂનીનાં એંધાણ વચ્ચે Dalit Samaj નું મહાસંમેલન મોકૂફ

Scroll to Top