રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે આજે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ગાંધીનગરના સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના ગૃહમંત્રી Harsh Sanghavi ના હસ્તે પોલીસ વિભાગના 50 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં કોણ રહ્યા હાજર?
આ પ્રસંગે ACS હોમ એમ. કે. દાસ તેમજ ગાંધીનગર રેંજ IG વિરેન્દ્રસિંહ યાદવ સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા સરકાર દ્વારા લેવાતા સતત પ્રયાસોની ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો – GST Council એ લીધો ઐતિહાસિક નિર્ણય
QRT વાહનોનો હેતુ શું?
ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) વાહનોનો મુખ્ય હેતુ ગુનાહિત સ્થળે શક્ય તેટલી ઝડપથી પહોંચવું અને તાત્કાલિક કાર્યવાહી કરવી છે. આ વાહનોમાં જરૂરી આધુનિક સુવિધાઓ સાથે પોલીસ કર્મચારીઓ તાત્કાલિક પ્રતિક્રિયા આપી શકે છે.
અધિકારીઓએ જણાવ્યું કે આ વાહનો ખાસ કરીને નીચે મુજબના ક્ષેત્રોમાં ઉપયોગી બનશે:
- અપરાધ સ્થળે તાત્કાલિક પહોંચવું
- શાંતિ ભંગની પરિસ્થિતિમાં નિયંત્રણ મેળવવું
- આપત્તિ અને આકસ્મિક ઘટનાઓમાં ઝડપી સહાયતા પહોંચાડવી
- લોકોને સુરક્ષિત અનુભૂતિ કરાવવી
- રાજ્યની સુરક્ષા વ્યવસ્થા માટે મોટું પગલું
ગૃહમંત્રી Harsh Sanghavi એ જણાવ્યું કે, “આ નવા 50 QRT વાહનો પોલીસ વિભાગને વધુ સક્ષમ બનાવશે. રાજ્યના દરેક નાગરિકને સુરક્ષા આપવી સરકારની પ્રથમ ફરજ છે અને આ પહેલથી અમારી પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની છે.” QRT વાહનો તબક્કાવાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાર્યરત કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વ્યવસ્થા શરૂ થતા સામાન્ય લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાશે.



