Hardik Patel: ગુજરાતમાં સરકારના રમત ગમત અને યુવક સેવા વિભાગના સહયોગથી વિરમગામ,માંડલ અને દેત્રોજ ક્રિકેટ એસોસિયેશન અને ધારાસભ્ય હાર્દિક પટેલ (Hardik Patel) દ્રારા આયોજીત સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ ટુર્નામેન્ટને ક્રિકેટનો મહાકુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ટુર્નામેન્ટમાં 90થી વધુ ટીમો ભાગ લઈ રહી છે.
વિરમગામ વિધાનસભાની 90 ટીમોએ ભાગ લીધો
સરકારના રમત-ગમત અને યુવક સેવા વિભાગના સહયોગ તેમજ વિરમગામ, માંડલ અને દેત્રોજ ક્રિકેટ એસોસિયેશન અને ધારાસભ્ય હાર્દિક પટેલ (Hardik Patel) દ્વારા આયોજીત સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નો વિરમગામ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિરમગામ વિધાનસભાની 90 ટીમોએ ભાગ લીધો છે. સતત બીજા વર્ષે આ આયોજન ગ્રામ્ય સ્તરના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે કરી રહ્યા છે.30 દિવસ આ ક્રિકેટનો મહાકુંભ ચાલશે. ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ તેમજ તમામ ખેલાડીઓને ડ્રેસ વિતરણ અને શ્રેષ્ઠ ખેલાડીઓ તેમજ વિજેતા ટીમને આકર્ષણ ઇનામો વિતરણ કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં જે યુવાનો સારૂ પ્રદર્શન કરશે તેને ક્રિકેટમાં આગળ વધવા માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરી આપવામાં આવશે. તમામ ખેલાડી માટે સારા મેદાન સાથે બોલ અને બેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાજપના જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, ભાજપ યુવા મોરચાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, પૂર્વ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ધારાસભ્ય કનુભાઈ કોળી પટેલ, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, ધારાસભ્ય બાબુસિંહ જાદવ, ધારાસભ્ય પીકે પરમાર, ધારાસભ્ય સુખાજી ઠાકોર, ધારાસભ્ય કિરીટસિંહ ડાભી તેમજ ભાજપના જિલ્લા અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.