Viramgam News | રમતગમત ક્ષેત્રે વિરમગામની બે યુવતીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. એક યુવતીએ ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગમાં અને બીજી યુવતીએ ખેલ મહાકુંભમાં ચક્રફેંકની સ્પરર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરી બંને યુવતીએ વિરમગામનું નામ રોશન કરતા ધારાસભ્ય હાર્દિક પટેલે અભિનંદને પત્ર આપીને સન્માન કર્યું હતું.
તાજેતરમાં ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં તનિષા ચાવડાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે નડિયાદ ખાતે આયોજીત ‘ખેલ મહાકુંભ 3.0’માં ચક્રફેંક સ્પર્ધામાં 44.76 મીટરના રેકોર્ડ સાથે દુર્વા અભયકુમાર બારોટે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આજ રોજ વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામ જનસેવા કાર્યાલય પર બંને બહેનોને અભિનંદને પત્ર આપીને સન્માન કર્યું હતું.
ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે આ બંને બહેનોએ સમગ્ર ગુજરાતમાં આપણા ઐતિહાસિક વિરમગામનું નામ રોશન કર્યું છે, બંને બહેનો ભવિષ્યમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરો તેવી વિરમગામ વિધાનસભા તરફથી શુભેચ્છાઓ પાઠવું છું.