ICCએ ખેલાડીઓની નવી રેન્કિંગ જાહેર કરી છે. હાર્દિક પંડ્યા ટી20 ઓલરાઉન્ડરની રેન્કિંગમાં વિશ્વનો નંબર વન ખેલાડી બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડના લિયામ લિવિંગ્સ્ટનને પછાડીનેવિશ્વના નંબર વન પર પહોંચી ગયો છે. હાર્દિક પંડ્યાએ દક્ષિણ આફ્રિકામાં રમાયેલી શ્રેણીમાં તેના પ્રદર્શનનો ફાયદો થયો છે. નંબર 1 પર પહોંચવામાં, પંડ્યાએ માત્ર ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટનને જ નહીં પરંતુ નેપાળના દીપેન્દ્ર સિંહ એરીને પણ પાછળ છોડી દીધો છે. ટી20માં ઓલરાઉન્ડરની રેન્કિંગમાં હાર્દિક પંડ્યા આ પહેલા પણ ICCનો નંબર વન ખેલાડી બન્યો છે.
હાર્દિક પંડ્યા ટી20માં નંબર વન ઓલરાઉન્ડર
સાઉથ આફ્રિકા પ્રવાસ પર રમાયેલી 4 મેચની શ્રેણીમાં હાર્દિક પંડ્યાએ બોલ અને બેટ બંનેથી શાનદાર પ્રદર્શન કરીયું હતું. તેણે 4 મેચની 3 ઇનિંગમાં 59 રન બનાવ્યા હતા. આ ઉપરાંત 2 વિકેટ પણ ઝડપી હતી. સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝની છેલ્લી મેચમાં હાર્દિકે શાનદાર બોલિંગ કરી હતી. હાર્દિક પંડ્યાનું હાલનું ફોર્મ ટી20 ઈન્ટરનેશનલમાં પણ શાનદાર રહ્યું છે. આ વર્ષે તેણે 17 મેચ રમી છે. જેમાં તેણે 44ની એવરેજથી 352 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 16 વિકેટ પણ લીધી છે.
ટોપ 10માં એકમાત્ર ભારતીય
ICC T20 ઓલરાઉન્ડરોની તાજેતરની રેન્કિંગમાં હાર્દિક પંડ્યા વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર બન્યા છે. જ્યારે ઈંગ્લેન્ડનો લિયામ લિવિંગ્સ્ટન નંબર વનથી ત્રીજા સ્થાને આવી ગયો છે. આ ઉપરાંત નેપાળનો દીપેન્દ્ર સિંહ એરી બીજા નંબરે છે. ટોપ 5માં ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઈનિસ ચોથા સ્થાને છે. જ્યારે શ્રીલંકાના વાનિન્દુ હસરાંગા 5મા સ્થાને છે.
શુભમન ગિલના અંગૂઠામાં ફ્રેક્ચર
શુભમન ગિલ પ્રેક્ટિસ મેચમાં બીજી સ્લિપમાં કેચ લેતી વખતે ડાબા અંગૂઠામાં ઈજાગ્રસ્ત થઈ હતી. મીડિયા રીપોર્ટસ પ્રમાણે ગિલને ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર છે અને ટેસ્ટ શરૂ થવામાં એક અઠવાડિયા કરતાં ઓછો સમય બાકી છે તેવામાં ફ્રેક્ચર સારૂ થતા સમય લાગી શકે છે. એડિલેડમાં બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે તેથી એવી સંભાવના છે કે શુભમન ગિલ ત્યા સુધીમાં ફિટ થઈ જશે. આ ઉપરાંત સરફરાઝ ખાનને પણ પ્રેક્ટિસ દરમિયાન કોણીમાં ઈજા થઈ હતી. તે કોણી પકડીને બહાર જતો જોવા મળ્યો હતો. જોકે, સરફરાઝ પર્થ ટેસ્ટ માટે ફિટ થઈ ગયો છે.