Hakabha Gadhvi ને Rajkot Civil Hospital માં થયો કડવો અનુભવ, હકાભાના મોટા ખુલાસા | Rushikesh Patel

Hakabha Gadhvi ને Rajkot Civil Hospital માં કડવો અનુભવ થયો છે. હાસ્યકલાકાર હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે, તેમની બહેનનો રોડ-અકસ્માત થયો હતો. અકસ્માત થતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. તેમની બહેનને ગંભીર ઈજાઓ માથામાં થઈ હતી. આ કારણોસર રાજકોટ સિવિલમાં સિટી સ્કેન કરાવવા આવ્યા હતા. જ્યાં તેમને હોસ્પિટલમાં કડવા અનુભવો થયા હતા. સિટી સ્કેન કરવામાં 5 કલાક કરતા વધુ સમય લગાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત મગજના ડોક્ટર પણ 3 કલાક પછી આવ્યા હતા. આ અંગે હકાભાએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો હતો.

Scroll to Top