- ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ
- રાજ્યના 21 જીલ્લામાં વરસાદની આગાહી
- વિવિધ જીલ્લામાં વરસાદ પડ્તા ખેડુતોના પાક નુકશાન
Gujrat Rain: હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી હતી. આ આગાહી મુજબ આંણદ જીલ્લાના ઉમરેઠ તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ઉમરેઠ તાલુકામાં માવઠું પડ્યું હતું. જેના કારણે ખેડુતોના પાકને નુકશાન થયું હતું. આ ઉપરાંત આંણદના સુરેલી, સુંદરપુરા, લીંગડા, થામણા સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ
જ્યારે મધ્યગુજરાતના ખેડા જીલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. કપડવંજ અને આસપાસના ગામડામાં માવઠું પડતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.આ વરસાદથી ખેડુતોના પાકને ખુબ નુકશાન થયું હતું.આગાહી મુજબ રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વિજળીના ચમકારા સાથે બનાસકાંઠા, સાંબરકાંઠા,આંણદસ ખેડા સહીતના કમોસમી વરસાદ પડ્યો હતો.
રાજ્યના 21 જીલ્લામાં વરસાદની આગાહી
આ ઉપરાંત હવામાન વિભાગે આજે રાજ્યના 21 જીલ્લામાં વરસાદની આગાહી કરી છે.જેમાં વડોદરા,ભરૂચ,છોટાઉદેપુર, નર્મદા, સુરત,ડાંગ,નવસારી,વલસાડ, તાપીમાં વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી હતી. જ્યારે સૌવરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી,ભાવનગરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.જ્યારે ઉત્તર ગુજરાતમાં પંચમહાલ,દાહોદ,મહીસાગરમાં પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.