Gujrat Politics: અંબાલાલ પટેલની રાજકિય આગાહી,આ પક્ષમાં આયા રામ ગયા રામ થશે

  • રાજકીય પક્ષોમાં હુંસાતુંસી અને મતભેદ વધુ થશે
  • રાજકીય વાતાવરણ ડોહળાયેલું રહેશે
  • રાજકારણમાં પક્ષપલટાની મોસમ શરુ થશે

Gujrat Politics:  હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલે (Ambalal Patel) વરસાદ નહીં પરંતુ રાજકારણની મોટી આગાહી કરી છે. પ્રથમ વખત અબંલાલ પટેલે (Ambalal Patel) રાજકારણમાં ભૂંકપ સર્જ નાખે તેવી આગાહી કરી છે.અંબાલાલ પટેલ (Ambalal Patel) ના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીથી મે મહિના સુધી ગુજરાતમાં રાજકીય વાતાવરણ ડોહળાયેલું રહેશે. આ સાથે જ તેમણે કહ્યું, ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ આવશે. રાજકીય પક્ષોમાં હુંસાતુંસી અને મતભેદ વધુ થશે. રાજ્યમાં તખ્તા પલટ થવાની કોઈ શક્યતા નથી. મોટો પક્ષ ભાજપ છે એટલે તેમાં આવાગમન રહેશે.

રાજ્યમાં તખ્તા પલટ થવાની કોઈ શક્યતા નથી

રાજકારણમાં પક્ષપલટાની મોસમ શરુ થશે. તેમણે કહ્યું છે કે, રાજ્યમાં તખ્તા પલટની કોઈ શક્યતા નથી. ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ હોવાના કારણે તેમાં આવાગમન રહેશે. ફેબ્રુઆરીથી મે મહિના સુધી ગુજરાતમાં રાજકીય વાતાવરણ ડોહળાયેલું રહેશે. ખાસ કરીને તેમની પાસેથી ચોમાસું કેવું રહેશે રાજ્યમાં વરસાદ કેવી પડશે આ પ્રકારની જાણકારી મેળવવા ખેડૂત સહિતના લોકો તેમની આગાહી પર સતત નજર રાખતા રહે છે. તમને જણાવી દઈએ કે અંબાલાલ પટેલ (Ambalal Patel) એગ્રિકલ્ચર ગ્રેજ્યુએટ છે.

Scroll to Top