Gujrat Congress: ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર) અવસાન થયું હતું. તેઓ 2004-14 દરમિયાન ભારતના વડાપ્રધાન હતા. કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh Death) ના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. ત્યારે અમદાવાદના મણીનગર વિધાનસભાના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને મણીનગરના કોર્પોરેટરો સહિત કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય શોકનો આદર ન રાખતા વોર્ડ પ્રમુખની જાહેરાત થયા બાદ આ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડ્યા અને ગરબે ઘૂમીને ઉજવણી કરી હતી.સમગ્ર ઘટનાને લઈ કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો.પૂર્વ વડાપ્રધાન ડૉ મનમોહનસિંહ (Manmohan Singh Death) મૃત્યુનો પણ મલાજો ન રાખીને દેશહિત વિરુદ્ધનું વરવું પ્રદશન કર્યું હતું.
ભાજપના કાર્યકરોને રાષ્ટ્રીય શોકથી લેવાદેવા નથી
કોંગ્રેસ (congress) પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલ રાષ્ટ્રીય શોકની જાહેરાતને કોઈ લેવાદેવા નથી. ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય,કોર્પોરેટર અને કાર્યકર્તાઓએ મણીનગર વિધાનસભાના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને કોર્પોરેટરો સહિત કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય શોકનો આદર ન રાખતા વોર્ડ પ્રમુખની જાહેરાતની ઉજવણી કરી હતી.જેમા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ગરબે ઘૂમીને ઉજવણી કરી હતી. આ ભાજપના નેતા પોતાની જાતને રાષ્ટ્રવાદી ગણાવતા ભારતીય જનતા પક્ષે પૂર્વ વડાપ્રધાન ડૉ મનમોહનસિંહ મૃત્યુનો પણ મલાજો પણ જાળવ્યો નથી. આતિશબજીનો કાર્યક્રમ હોઇ તેની પોલીસ પરિમિશન લેવી ફરજિયાત હોય છે.શું ભાજપના સંગઠને ઉપરોક્ત કાર્યક્રમની પોલીસ પરમિશન માગી હતી? જો પરમિશન માગી હોય અને આપવામાં આવી હોય તો જે તે પોલીસ અધિકારી પર દંડનીય કાર્યવાહી કરવી જોઈએ. તથા પોલીસે ઉપરોક્ત કાર્યક્રમના આયોજક ઉપર પણ ફરિયાદ કરવી જરૂરી છે.
ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ગરબે ઘૂમીને ઉજવણી કરી હતી
મનમોહનસિંહ વિશે ભાજપના નેતાઓ એલફેલ બોલીને તેમનું અપમાન કરેલું હોય તેવા અસંખ્ય ઉદાહરણો છે.ભૂતપૂર્વ વડાપ્રધાન મૃત્યુ પામ્યા હોય અને તેમના માનમાં રાષ્ટ્રીય શોક રાખવામાં આવ્યો હોય તે દરમિયાન આવા પ્રકારની ઉજવણી કરવી તે અત્યંત નીંદનીય છે.મનમોહનસિંહના વિરાટ પ્રતિભાને ભાજપના આવા કાર્યોથી રતીભારનો ફરક પડવાનો નથી. પરમ કૃપાળુ પરમાત્મા ભાજપ ધારાસભ્ય,કોર્પોરેટરઑ અને કાર્યકર્તાઓને સદબુદ્ધિ આપે.